ગુજરાતમાં કોરોનાનો તરખાટ, છેલ્લા 24 કલાકમાં ઓલ ટાઇમ હાઇ 1961 કેસ, સાતનાં મોત

|

Mar 25, 2021 | 8:19 PM

ગુજરાતના કોરોનાએ તરખાટ મચાવ્યો છે. જેમાં ગુરુવારે છેલ્લા 24 કલાક દરમ્યાન કોરોનાના નવા 1961 ઓલ ટાઈમ હાઇ કેસ નોંધાયા છે. જ્યારે સાત લોકોનાં મોત થયા છે. જેના પગલે લોકો અને સરકારના ચિંતા વધી છે.

ગુજરાતમાં કોરોનાનો તરખાટ, છેલ્લા 24 કલાકમાં ઓલ ટાઇમ હાઇ 1961 કેસ, સાતનાં મોત
ગુજરાતમાં કોરોનાએ મચાવ્યો તરખાટ

Follow us on

ગુજરાતમા Corona એ તરખાટ મચાવ્યો છે. જેમાં ગુરુવારે છેલ્લા 24 કલાક દરમ્યાન કોરોનાના નવા 1961 ઓલ ટાઈમ હાઇ કેસ નોંધાયા છે. જ્યારે સાત લોકોનાં મોત થયા છે. જેના પગલે લોકો અને સરકારના ચિંતા વધી છે.

ગુજરાતમાં Corona ના સતત વધી રહેલા કેસો વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1405 દર્દીઓ સાજા થયા છે. આ ઉપરાંત કોરોનાના એક્ટિવ કેસનો આંક 9372 થયો છે. જ્યારે 81 લોકો વેન્ટિલેટર પર છે અને 9281 લોકો સ્ટેબલ છે. આ ઉપરાંત રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4473 થવા પામ્યો છે. તેમજ આજે મૃત્યુ પામેલા સાત લોકોમાં સુરતમાં 4, મહીસાગરમાં 2 અને અમદાવાદમાં 1 વ્યકિતનું મૃત્યુ થયું છે.

ગુજરાતમાં આજે આવેલા આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 551, સુરત કોર્પોરેશનમાં 501 અને સુરત જિલ્લામાં 127, અમદાવાદ જિલ્લામાં 7, વડોદરામાં 164, રાજકોટમાં 146, નર્મદામાં 27, જામનગરમાં 24, પાટણમાં 24,ગાંધીનગરમાં 21, બનાસકાંઠામાં 19, દાહોદમાં 19, કચ્છ 19,ખેડા 18, મહેસાણા 18, કચ્છ 19, ભરૂચ 11, નવસારીમાં 11કેસ નોંધાયા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ ઉપરાંત ગુજરાતમાંCorona રસીકરણ પણ ચાલી રહ્યું છે. જેમાં અત્યાર સુધી કુલ 38, 64, 161 લોકોને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. જયારે 6, 21, 158 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. આમ, અત્યાર સુધી કુલ 44,58,319 કોરોના ડોઝ આપવામાં આવ્યા છે.

ગુજરાતમાં દર કલાકે 74 લોકો કોરોના સંક્રમિત 

ગુજરાતમાં દર કલાકે 74 લોકો કોરોના સંક્રમણમાં સપડાઇ રહ્યા છે જ્યારે દર ત્રણ કલાકે સરેરાશ એક વ્યક્તિનું કોરોનાથી મોત થઇ રહ્યું છે. રાજ્ય સરકારના ચોપડે નોંધાયેલા આ આંકડા ચાડી ખાય છે કે બીજી લહેર રાજ્યમાં કેટલી ઘાતક સાબિત થઇ રહી છે.

હોળી -ધૂળેટી માટે રાજ્ય સરકારે ગાઈડ લાઇન જાહેર કરી 

ગુજરાતમાં કોરોનાના વધતાં કેસને ધ્યાનમાં લેતા હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે તેમજ હોળીની પ્રદક્ષિણાની સાથે સાથે ધાર્મિક વિધિ પણ કરી શકાશે. પરંતુ હોળી દહનના કાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત ના થાય તથા કોરોના સબંધમાં પ્રવર્તમાન ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે. હોળી-ધુળેટીમાં ગાઇડલાઇનનું પાલન ન કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

સુરત,અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂનો અમલ

ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ Corona ના કેસ સતત વધી રહ્યા છે. તેવા સમયે ગુજરાત સરકારે કોરોનાના કેસ પર કાબૂ મેળવવા માટે મોટો નિર્ણય લીધો છે. જેમાં મહારાષ્ટ્રથી આવતા તમામ મુસાફરો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. કારણ કે મહારાષ્ટ્રમાં કોરોનાનો ફેલાવો ઝડપથી વધી રહ્યો છે. આ ઉપરાંત રાજ્ય સરકારે કોરોના કેસને કાબૂમાં લેવા માટે સુરત,અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂનો અમલ કર્યો છે. જેમાં રાત્રે નવ વાગેથી સવારે 6 વાગે સુધી કર્ફ્યૂ મૂકવામાં આવ્યો છે. તેમજ શનિવાર અને રવિવારના રોજ મોલ અને સિનેમા બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Published On - 8:17 pm, Thu, 25 March 21

Next Article