કોરોના મહામારીની લોકોમાં ગંભીરતા નથી, અમદાવાદના શાહપુરમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠાં થયા

|

Dec 13, 2020 | 3:43 PM

મહાનગરોમાં વધતા કોરોનાના કેસને કારણે રાત્રી કરફ્યૂ છે. પરંતુ આ વાતની ગંભીરતા હજુ કોઈ સમજતા નથી. આ જ વાત સાબિત કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શાહપુર વિસ્તારના આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, રાતના સમયે લોકો મોટી સંખ્યામાં એકઠાં થયેલા છે. જેમાં બાળકો પણ સામેલ છે. લોકો ભેગા થયાની જાણ થતાં જ […]

કોરોના મહામારીની લોકોમાં ગંભીરતા નથી, અમદાવાદના શાહપુરમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠાં થયા

Follow us on

મહાનગરોમાં વધતા કોરોનાના કેસને કારણે રાત્રી કરફ્યૂ છે. પરંતુ આ વાતની ગંભીરતા હજુ કોઈ સમજતા નથી. આ જ વાત સાબિત કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શાહપુર વિસ્તારના આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, રાતના સમયે લોકો મોટી સંખ્યામાં એકઠાં થયેલા છે. જેમાં બાળકો પણ સામેલ છે. લોકો ભેગા થયાની જાણ થતાં જ કરફ્યૂનો અમલ કરવાવવા પોલીસની ગાડી પહોંચી. જો કે, પોલીસને જોઈને જે દૃશ્યો કેદ થયા તે અચંબિત કરનારા હતા. ક્યાંક નાસભાગ થઈ. તો ક્યાંક લોકો નાચવા લાગ્યા. અને જેવી પોલીસ નજીક આવે તો ભાગવા લાગ્યા. આ વીડિયોમાં બાળકો પણ સામેલ હોય, તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સ્વાભાવિક જ કોરોનાની મહામારીમાં સામાજિક અંતર જળવાઈ રહે તે ખૂબ જરૂરી છે. છતાં લોકોનું આમ એકઠાં થવું, તે સંક્રમણ ફેલાવી શકે છે. પોલીસ સાથેની આ રમત બેઘડી આ લોકોને રમૂજ તો ચોક્કસથી આપતી હશે. પરંતુ સમાજ માટે આ ખેલ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article