અમદાવાદમાં કોરોનાના કેસ વધતાં લોકોમાં ફફડાટ વધ્યો, તંત્ર આવ્યું એક્શનમાં

|

Mar 13, 2021 | 9:49 PM

ગુજરાતમાં સતત વધી રહેલા Corona કેસ વચ્ચે અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોએ ફરી એકવાર માથું ઉચક્યું છે. જેમાં અમદાવાદ શહેરમાં કોરોના કેસ વધતાં મ્યુનિસિપલ તંત્ર હરકતમાં આવ્યું છે.

અમદાવાદમાં કોરોનાના કેસ વધતાં લોકોમાં ફફડાટ વધ્યો, તંત્ર આવ્યું એક્શનમાં

Follow us on

ગુજરાતમાં સતત વધી રહેલા Corona કેસ વચ્ચે અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોએ ફરી એકવાર માથું ઉચક્યું છે. જેમાં અમદાવાદ શહેરમાં કોરોના કેસ વધતાં મ્યુનિસિપલ તંત્ર હરકતમાં આવ્યું છે. જેમાં શનિવાર અને રવિવારે બજારો અને હોટેલ રેસ્ટોરેન્ટમાં ભીડ થતી હોવાથી એએમસીનું સોલિડ વેસ્ટ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. જેમાં આજે ફરી હોટેલ રેસ્ટોરન્ટમાં ચેકીંગ પ્રક્રિયા કરવામાં આવી છે. હોટેલ અને રેસ્ટોરેન્ટને 8થી 9 વાગ્યા સુધી બંધ કરી દેવા મૌખિક અને ફોન દ્વારા સૂચના અપાઈ છે. જેમાં Corona કેસ વધતા એએમસી દ્વારા સૂચના આપવામાં આવી છે. તેમજ જ્યાં ભીડ વધુ જણાશે ત્યાં સમય પહેલા બંધ કરવામાં આવી શકે છે, હોટેલ અને રેસ્ટોરેન્ટ શનિવાર અને રવિવારે નક્કી કરેલા વોર્ડમાં 9 વાગ્યે હોટેલ રેસ્ટોરન્ટ બંધ કરાવાશે.

 

આ ઉપરાંત 8 વોર્ડમાં Coronaના કેસ વધુ આવતા હોવાથી તે વિસ્તારને લઈને નિર્ણય લેવાયો કે કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રહી રહીને એએમસી હરકતમાં આવ્યું છે. સોમવારથી શુક્રવાર સુધી કેવા પ્રકારની કામગીરી કરવી તે બે દિવસની પરિસ્થિતિ જોઈને અને કોરોના કેસને જોઈને નક્કી કરાશે, અન્ય વોર્ડ અને ઝોનમાં પણ નિયમ ભંગ થશે તો કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત મણિનગર, પાલડી, નારણપૂરા, નવરંગપુરા, જોધપુર, ગોતા, થલતેજ અને બોડકદેવ જેવા વિસ્તારમાં હોટલ રેસ્ટોરેન્ટ વહેલી બંધ કરવા સૂચના આપી છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

 

આ ઉપરાંત શહેરના માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં 45 માઈક્રો ઝોનમાંથી 4 વિસ્તાર દૂર કરાયા છે. જેમાં જ્યારે વધુ 5 વિસ્તારનો ઉમેરો કરવામાં આવ્યો છે. હવે માઈક્રો કન્ટેઈનમેન્ટનો આંકડો 46 પર પહોંચ્યો છે. નવા ઉમેરાયેલા માઈક્રો કન્ટેઈનમેન્ટમાં બોડકદેવમાં સૌથી વધુ મકાન અને લોકોનો સમાવેશ થાય છે. બોડકદેવના કાસા વ્યોમાં ફ્લેટના 28 મકાન અને 100 લોકોને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં જાહેર કરાયા છે. જ્યારે ત્રાગડ રોડ પર ધરતી બંગલોના 18 મકાન અને 65 લોકોનો સમાવેશ થાય છે. જ્યારે બોડકદેવના નેબ્યુલા ટાવરના 12 મકાન અને 50 લોકોનો સમાવેશ થયો છે. ઘોડાસરના બંધન સોસાયટીના 2 મકાન અને 14 લોકોનો સમાવેશ અને બોપલના ઓરચીડ પેરેડાઈસના 4 મકાન અને 18 લોકોનો સમાવેશ થયો છે.

 

આ પણ વાંચો: Suratમાં કોરોનાના કેસો વધ્યા, જિલ્લામાં કુલ 1,048 કેસ એક્ટિવ

Published On - 9:43 pm, Sat, 13 March 21

Next Article