Gujarat Corona Update : રાજયમા સતત ઘટી રહ્યાં છે કોરોનાના કેસ, રીકવરી રેટ 86.20 ટકા થયો

|

May 18, 2021 | 8:29 PM

ગુજરાતમા આજે 18 મે ના રોજ Coronaના નવા 6447 કેસ નોંધાયા છે અને 67 લોકોના મૃત્યુ થયા છે.  જ્યારે તેની સામે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા 9557 છે. તેમજ રાજયમાં કોરોનાના કેસમાં રિકવરી વધતાં રાજ્યનો કોરોના રિકવરી રેટ 86. 20 ટકા થયો છે.

Gujarat Corona Update : રાજયમા સતત ઘટી રહ્યાં છે કોરોનાના કેસ, રીકવરી રેટ 86.20 ટકા થયો
ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહ્યો છે સતત ઘટાડો

Follow us on

ગુજરાતમા Corona ના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં રાજ્યના શહેરી વિસ્તારોમાં લગાવવામાં આવેલા રાત્રિ કર્ફ્યૂના લીધે કોરોનાના રોગચાળા પર કાબૂ મેળવી શકાયો છે.

ગુજરાતમા આજે 18 મે ના રોજ Coronaના નવા 6447 કેસ નોંધાયા છે અને 67 લોકોના મૃત્યુ થયા છે.  જ્યારે તેની સામે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા 9557 છે. તેમજ રાજયમાં કોરોનાના કેસમાં રિકવરી વધતાં રાજ્યનો કોરોના રિકવરી રેટ 86. 20 ટકા થયો છે.

ગુજરાતમાં અત્યાર સુધી  6,60,489 લોકોએ Coronaને મ્હાત આપીને સાજા થયા છે. આ ઉપરાંત ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો થઇ રહ્યો છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

ગુજરાતમાં હાલ કોરોનાના કુલ 96,443 એક્ટિવ કેસ છે. જેમાંથી માત્ર 755 લોકો વેન્ટિલેટર પર છે. જયારે 95,688 લોકો સ્ટેબલ છે. તેમજ રાજ્યમાં કોરોનાના લીધે અત્યાર સુધી કુલ 9269 લોકોના મૃત્યુ થયા છે.

ગુજરાતમાં આજે 18 મે ના રોજ નોંધાયેલા કોરોના કેસની વિગતો પર નજર કરીએ તો અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધારે કેસ નોંધાયા છે. તેની બાદ વડોદરા અને ત્રીજા સ્થાને સુરત આવે છે.

જેમાં અમદાવાદ શહેરમાં કોરોનાના 1862 કેસ અને 12 લોકોના મૃત્યુ થયા છે. જયારે વડોદરામાં કોરોનાના 442 કેસ અને 4 મૃત્યુ, સુરતમાં 322 કેસ અને 7 મૃત્યુ, રાજકોટમાં 187 કેસ અને 3 લોકોના મૃત્યુ, જૂનાગઢમાં 228 કેસ અને 3 મૃત્યુ, આણંદમાં 214 કેસ અને 1 મૃત્યુ, વડોદરા જિલ્લામાં 197 કેસ , જામનગરમાં 172 કેસ એન 4 લોકોના મૃત્યુ થયા છે.

અમદાવાદ શહેરમાં સૌથી વધુ  કોરોનાના 1862 કેસ

અમદાવાદ શહેર- 1862, જિલ્લામાં- 33
વડોદરા શહેર 442, જિલ્લામાં – 197
સુરત શહેર- 322, જિલ્લામાં- 144
રાજકોટ શહેર- 187, જિલ્લામાં – 107
જામનગર શહેરમાં -172, જિલ્લામાં – 72
અમરેલી 186
મહેસાણા 184
સાબરકાંઠા 182

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે રાજયમાં  6 મહાનગરપાલિકા અને 36 શહેરોમાં રાત્રિ લોકડાઉન નાખવામાં આવ્યું છે. આ રાત્રિ કર્ફ્યૂની મુદત ત્રણ દિવસ વધારીને 20 મે સુધી કરી દેવામાં આવી છે. જેમાં  દિવસ દરમ્યાન માત્ર જીવન જરૂરી ચીજ વસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવામાં આવી છે. જયારે પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ખાનગી ઓફિસોમાં પણ 50 ટકા સ્ટાફ સાથે સંચાલિત કરવામાં આવી રહી છે, ગુજરાતમાં અત્યારે રાત્રે 8 થી સવારે 6 વાગે સુધી  લોકડાઉન અમલમાં છે.

Published On - 8:27 pm, Tue, 18 May 21

Next Article