VIDEO: ભાજપના આ નેતાની હોટલમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, 15 લોકોની ધરપકડ

|

Jun 28, 2019 | 1:04 PM

ભાજપના નેતા ભવાન ભરવાડની માલિકીની એક હોટલમાં ધમધમતું જુગારધામ ઝડપાયું છે. હોટલના માલિક ભવાન ભરવાડ હોવાથી રાજનીતિમાં પણ મુદ્દો ગરમાયો છે. ભવાન ભરવાડ ભાજપના દિગ્ગજ નેતા છે. ત્યારે પોલીસ દરોડા પાડીને તેમની માલિકીની હોટલમાંથી 15 લોકોની ધરપકડ કરી છે. અમદાવાદના સોલા વિસ્તારમાં ગોકુલ નામની હોટલ પર પોલીસની ટીમે દરોડા પાડવાની કામગીરી કરી હતી. જે દરમિયાન […]

VIDEO: ભાજપના આ નેતાની હોટલમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, 15 લોકોની ધરપકડ

Follow us on

ભાજપના નેતા ભવાન ભરવાડની માલિકીની એક હોટલમાં ધમધમતું જુગારધામ ઝડપાયું છે. હોટલના માલિક ભવાન ભરવાડ હોવાથી રાજનીતિમાં પણ મુદ્દો ગરમાયો છે. ભવાન ભરવાડ ભાજપના દિગ્ગજ નેતા છે. ત્યારે પોલીસ દરોડા પાડીને તેમની માલિકીની હોટલમાંથી 15 લોકોની ધરપકડ કરી છે. અમદાવાદના સોલા વિસ્તારમાં ગોકુલ નામની હોટલ પર પોલીસની ટીમે દરોડા પાડવાની કામગીરી કરી હતી. જે દરમિયાન જુગાર રમી રહેલા 15 લોકોને રંગહાથ પોલીસે ઝડપી લીધા છે.

આ પણ વાંચોઃ VIDEO: 16 વર્ષની દિકરીનું દર્દ અને પોલીસે પૂરું કર્યું સપનું, રાજકોટ પોલીસની સરાહનીય કામગીરી

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

પોલીસને કેવી રીતે ખબર પડી કે આ હોટલમાં જુગારધામ ચાલી રહ્યો છે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ અમદાવાદ સહિત આસપાસના વિસ્તારમાં પોલીસ સતર્ક બની ચૂકી છે. આ દરમિયાન જ પોલીસને માહિતી મળી કે સોલા વિસ્તારની હોટલ ગોકુલમાં જુગારની પાટ જામી છે. માહિતી આધારે પોલીસ દરોડાની કામગીરી કરતા સમગ્ર ખેલ પરથી પર્દાફાશ થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 1:00 pm, Fri, 28 June 19

Next Article