છેલ્લાં 65 દિવસથી અમદાવાદના ઘાટલોડિયાના ભાજપના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી છે. જોકે, રાજકોટ ભાજપમાં હજુ મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણી નામને ભુલાતુ ન હોય તેવું જણાઇ રહ્યું છે. રાજકોટ ભાજપના કાર્યાલય પર લગાવવામાં આવેલી નેમ પ્લેટ દ્વારા વિવાદનો આ મધપુડો છંછેડાયો હતો. રાજકોટ ભાજપના કાર્યાલય પર લગાવવામાં આવેલી વિજય રૂપાણીની નેમ પ્લેટમાં મુખ્ય પ્રધાન લખાયું હતું. જેને લઇને ચર્ચાએ જોર પકડ્યું હતું. આ નામ ભુલથી લખાયું કે જાણી જોઇને તેને લઇને ચર્ચા જાગી હતી.
વિવાદ થતા રાજકોટ ભાજપ કાર્યાલયના કાર્યકરો દોડતા થઇ ગયા હતા. જો કે ચર્ચા વધુ વિવાદ પકડે તે પહેલા જ રાજકોટ ભાજપ કાર્યાલય દ્વારા તાત્કાલિક વિજય રૂપાણીના નામની આગળ પૂર્વ લખેલું સ્ટીકર લગાવી દેવામાં આવ્યુ છે. તાત્કાલિક સમગ્ર નામ બદલવું શક્ય ન હોવાથી માત્ર પૂર્વ લખેલું સ્ટીકર લગાડીને વિવાદને શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરઃ સરકારી અનાજની કાળાબજારી કરનાર બેની અટકાયત, LCBએ પાસા હેઠળ કરી કાર્યવાહી
આ પણ વાંચોઃ લખીમપુર ખેરી કેસની તપાસનો ધમધમાટ, SIT તપાસ પર નજર રાખવા સુપ્રીમ કોર્ટ આ ભૂતપૂર્વ ન્યાયાધીશની કરી નિમણૂક
Published On - 2:48 pm, Wed, 17 November 21