એક તરફ કોંગ્રેસના (Congress) કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ (Hardik Patel) છેલ્લા કેટલાક સમયથી પાર્ટીથી નારાજ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly elections 2022) પહેલા હાર્દિક પટેલ કોઈ મોટો નિર્ણય લઈ શકે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે બીજી તરફ હાર્દિક પટેલે ભાજપના વખાણ કર્યા છે. હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસે અન્ય પક્ષ પાસેથી પણ અમુક સારી રાજકીય વાતો શિખવી પડશે. આ તકે તેમણે ભાજપની નિર્ણય શક્તિની પ્રશંસા પણ કરતા કહ્યું કે છેલ્લા અમુક વર્ષોમાં જે રીતે ભાજપે તત્કાલ રાજકીય નિર્ણયો લીધા છે તે પ્રશંસનીય છે.
છેલ્લા થોડા સમયથી મીડિયા સમક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષમાં ચાલતા મતભેદ સહિતના મુદ્દાને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે હવે હાર્દિક પટેલે ફરી કોંગ્રેસ પોતાનો પક્ષ મુકતા કહ્યું છે, તેઓ પાર્ટીના કોઈ એક વ્યક્તિથી નહીં પરંતુ હાઈકમાન્ડથી નારાજ છે.. હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી કે જે રીતે ગુજરાત કોંગ્રેસમાં નિર્ણય શક્તિનો અભાવ છે અને પ્રજાના પ્રશ્નો સરકાર સુધી લઈ જવામાં વિરોધપક્ષ નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે ત્યારે આ અંગેની વાત તેમણે હાઈકમાન્ડને કરી છે. સાથે જ ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં મતભેદ હોવાનો પણ સ્વીકાર કર્યો. હાર્દિક પટેલે કહ્યુ કે, કોંગ્રેસમાં નેતાઓ વધુ છે તેથી મતભેદ વધારે છે. નેતા વધુ હોય ત્યારે કામ વધુ ઝડપી થવું જોઇએ તેને બદલે નિર્ણય શક્તિ ઘટી ગઇ
આ સાથે જ કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલે ભાજપની પ્રશંસા કરી. હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસે અન્ય પક્ષ પાસેથી પણ અમુક સારી રાજકીય વાતો શિખવી પડશે. આ તકે તેમણે ભાજપની નિર્ણય શક્તિની પ્રશંસા પણ કરતા કહ્યું કે છેલ્લા અમુક વર્ષોમાં જે રીતે ભાજપે તત્કાલ રાજકીય નિર્ણયો લીધા છે તે પ્રશંસનીય છે. હાર્દિક પટેલે કહ્યુ, હું ભાજપની સારી બાબતોને સ્વીકારું છું, 370ની કલમ હટાવવી, રામમંદિરનું નિર્માણ જેવાં સારાં કામોની પ્રશંસા થવી જોઈએ. આ સાથે હાર્દિકે પોતાને હિન્દુવાદી નેતા ગણાવ્યા અને કહ્યુ કે મારાથી મોટો હિન્દુવાદી કોઇ રાજકારણી નહીં હોય.
બીજી તરફ હાર્દિકે કોંગ્રેસ સાથે નારાજગીની વાત યથાવત રાખતા કહ્યુ કે ગુજરાત કોંગ્રેસના નેતાઓથી નારાજગી છે. મેં મારી વાત પાર્ટી હાઇકમાન્ડ સમક્ષ મૂકી છે. જો કે હાર્દિક પટેલે ભાજપ સાથે કોઈ વાત ન ચાલતી હોવાનો રાગ આલાપ્યો હતો.
આ પણ વાંચો-Mehsana: રશિયા-યુક્રેન યુદ્ધથી ઉદ્યોગોની દશા બેઠી, કેટલાક ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતા 50 ટકા ઘટી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો