ધો.1થી 5ની શાળાઓ શરૂ કરવા કમિટીની રચના કરાશે, કમિટીના રિપોર્ટ બાદ નિર્ણય લેવાશે : શિક્ષણ મંત્રી

|

Oct 07, 2021 | 3:56 PM

મંત્રીએ કહ્યું કે શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ તથા મનોચિકિત્સકોને સાથે રાખીને કમિટીની રચના કરાશે. કમિટીના રિપોર્ટ બાદ શાળાઓ શરૂ કરવાને લઇને નિર્ણય લેવાશે તેમ વાઘાણીએ ઉમેર્યું છે.

દિવાળી પહેલા શાળાઓ શરૂ કરવાની રાજ્ય સરકારની તૈયારીમાં હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. ધોરણ 1 થી 5ની શાળાઓ શરૂ કરવાને લઇને સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું પણ સૂત્રો જણાવે છે. આ મામલે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે. મંત્રીએ કહ્યું કે શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ તથા મનોચિકિત્સકોને સાથે રાખીને કમિટીની રચના કરાશે. કમિટીના રિપોર્ટ બાદ શાળાઓ શરૂ કરવાને લઇને નિર્ણય લેવાશે તેમ વાઘાણીએ ઉમેર્યું છે.

પ્રજાનું ઋણ સ્વીકાર કરવા જન આશીર્વાદ યાત્રા માટે શિક્ષણમંત્રી જિતુ વાઘાણી આજે રાજકોટ જિલ્લામાં આવ્યા. રાજકોટના કુવાડવા ખાતે તેમનું કંકુ તિલકથી સ્વાગત કરાયું હતું અને બાદમાં ખોડલધામ પહોંચ્યા હતા. મંદિરમાં પ્રવેશે એ પહેલાં પગથિયાં પર નતમસ્તક થઈ મા ખોડલ સમક્ષ શીશ ઝુકાવ્યું હતું. બાદમાં માતાજીનાં દર્શન કરી ધ્વજારોહણ કર્યું હતું. ધ્વજારોહણ કરતાં પહેલાં જિતુ વાઘાણીએ ધ્વજાને માથું ટેકવ્યું હતું. બાદમાં 100 કિલો ચાંદી સાથે રજતુલા યોજાઈ હતી.

ધો.1થી 5ની શાળાઓ શરૂ કરવા કમિટીની રચના કરાશે
જિતુ વાઘાણીએ ધો.1થી 5ની સ્કૂલો શરૂ કરવા અંગે જણાવ્યું હતું કે સરકાર દ્વારા આ અંગે તૈયારી કરી દીધી છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગના અગ્રણીઓ, સચિવ અને આરોગ્ય વિભાગ તથા મનોચિકિત્સકને સાથે રાખીને કમિટીની રચના કરવામાં આવશે. કમિટીના રિપોર્ટ બાદ શાળાઓ શરૂ કરવાને લઈને નિર્ણય લેવામાં આવશે. સૂત્રો પાસેથી માહિતી મુજબ, દિવાળી પહેલાં ધો.1થી 5ની સ્કૂલો શરૂ કરવાની તૈયારીમાં છે.

Next Video