કોલસાની ઉણપને પગલે વાપીમાં અસંખ્ય ઉદ્યોગો પર અસર, કેટલાક ઉદ્યોગોને બંધ રાખવા પડે તેવી વકી

|

Oct 11, 2021 | 6:17 PM

વાપી જીઆઇડીસી રાજ્યની અગ્રણી જીઆઇડીસી માનવામાં આવે છે. વાપી અને આસપાસના વિસ્તારમાં અઢી હજારથી વધુ નાના મોટા ઉદ્યોગો ધમધમે છે.આ ઉદ્યોગોમાં ઇંધણ તરીકે મોટે ભાગે કોલસાનો ઉપયોગ થાય છે.

કોલસાની ઉણપને પગલે વાપીમાં અસંખ્ય ઉદ્યોગો પર અસર, કેટલાક ઉદ્યોગોને બંધ રાખવા પડે તેવી વકી
Coal shortage affects many industries in Vapi, some industries have to close

Follow us on

રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોલસાની ઉણપ વર્તાય રહી છે. જેની સીધી અસર ઔદ્યોગિક ઉત્પાદન પર થઈ રહી છે. રાજ્ય સૌથી મોટી એવી વાપી જીઆઇડીસીમાં પણ આવેલા અસંખ્ય ઉદ્યોગોમાં કોલસાની અછતને કારણે ઉત્પાદન અને એક્સપોર્ટ પર પણ અસર થઈ છે. જો કોલસા સપ્લાયની સિસ્ટમ પૂર્વવત નહીં થાય તો આગામી સમયમાં અનેક ઉદ્યોગો બંધ રાખવા પડે તેવી પણ શક્યતા વર્તાઇ રહી. સાથે જ કોલસાના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. આથી વાપીના ઉદ્યોગો મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યા છે.

વાપી જીઆઇડીસી રાજ્યની અગ્રણી જીઆઇડીસી માનવામાં આવે છે. વાપી અને આસપાસના વિસ્તારમાં અઢી હજારથી વધુ નાના મોટા ઉદ્યોગો ધમધમે છે.આ ઉદ્યોગોમાં ઇંધણ તરીકે મોટે ભાગે કોલસાનો ઉપયોગ થાય છે.સમગ્ર રાજ્ય અને દેશના અન્ય ઉદ્યોગોની સાથે વાપીના ઉદ્યોગોમાં પણ ઇન્ડોનેશિયાથી મોટા પ્રમાણમાં કોલસો ઈમ્પોર્ટ કરવામાં આવે છે. જોકે ચાઇના-ઓસ્ટ્રેલિયા ટ્રેડ વોર કારણે ઈન્ડોનેશિયન કોલસાના ભાવમાં તોતિંગ વધારો થયો છે. તો સપ્લાયમાં પણ ઘટાડો થયો છે. જેથી કેટલાક સમયથી દેશભરમાં કોલસાની માગ સામે પુરવઠો ઓછો મળી રહ્યો છે. તો ઉદ્યોગોમાં કોલસાની શોર્ટ સપ્લાયની સમસ્યા સર્જાઇ છે.

વાપીના પણ અસંખ્ય ઉદ્યોગો અને એમાંય મોટેભાગે વાપીની તમામ પેપર મિલો કોલસા પર જ નિર્ભર છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી સર્જાયેલી આ સમસ્યાથી વાપીના ઉદ્યોગો ભારે મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યા છે. મહત્વપૂર્ણ છેકે વાપી ઉદ્યોગોમાં અંદાજે દર મહિને ૬૦ હજાર મેટ્રિક ટન જેટલા કોલસાની જરૂરિયાત રહે છે. પરંતુ જરૂરિયાતની સામે કોલસાનો ઓછો જથ્થો ઉપલબ્ધ છે. આથી આગામી સમયમાં કોલસાની શોર્ટ સપ્લાયની સમસ્યાનું સમાધાન નહીં થાય તો વાપીના અનેક ઉદ્યોગો ઇંધણના અભાવે બંધ રાખવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ રહી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

વધુમાં છેલ્લા ત્રણ મહિનાથી કોલસાના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. ત્રણ મહિના અગાઉ કોલસાનો ભાવ ૫ હજાર રૂપિયા પ્રતિ ટન હતો. તે ભાવ હવે વધીને ૧૪ હજાર રૂપિયા પ્રતિ ટન થઈ ગયો છે. આથી કોલસાના અસહ્ય ભાવ વધારાને કારણે પણ ઉદ્યોગોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જોકે આવી પરિસ્થિતિને કારણે વાપીના ઉદ્યોગો અનેક રીતે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.

આવી કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા વાપીના ઉદ્યોગો હવે સરકાર સમક્ષ રજૂઆત કરી સમસ્યાના સમાધાન માટે માંગ કરી રહ્યાં છે. મહત્વપૂર્ણ છે કે રાજ્યના નવા નાણા,ઊર્જા અને પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇ વાપીના ઔદ્યોગિક વર્તુળમાંથી જ આવે છે.આથી અહીંની સમસ્યાથી તેઓ પરિચિત છે. આથી ઉદ્યોગોની આ સમસ્યાનું ટૂંક સમયમાં સમાધાન કરવામાં આવશે તેની ખાતરી આપી છે.

આમ છેલ્લા કેટલાક સમયથી સમગ્ર દેશને રાજ્યમાં ઉર્જા અને કોલસાની ઉણપ વર્તાય રહી છે. જેની સીધી રીતે ઉદ્યોગો પર મોટી અસર થઈ રહી છે.આથી ઉર્જા અને કોલસાની ઉણપથી ઔદ્યોગિક ઉત્પાદન અને એક્સપોર્ટ પર પણ તેની અસર થઈ રહી છે.આથી ટૂંક સમયમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં વાપી સહિત સમગ્ર રાજ્યના ઉદ્યોગોએ મોટો નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.

Published On - 6:17 pm, Mon, 11 October 21

Next Article