મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ભાઈની કારને નડ્યો અકસ્માત, બાવળા-બગોદરા નજીક સર્જાઈ દુર્ઘટના

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ભાઈને અકસ્માત નડ્યો છે. અમદાવાદ પાસે બાવળા-બગોદરા હાઈ-વે પર આ ઘટના સર્જાઈ હતી. મુખ્યપ્રધાનના ભાઈ અને ભાભી રાજકોટથી પોતાની કારમાં પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અન્ય એક કાર સાથે અકસ્માત સર્જાયો. સદનસીબે આ અકસ્માતમાં મોટી જાનહાની ટળી છે. જો કે, અકસ્માતમાં મુખ્યપ્રધાનના ભાભીને ઈજા પહોંચી છે. જેમને તાત્કાલીક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર […]

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ભાઈની કારને નડ્યો અકસ્માત, બાવળા-બગોદરા નજીક સર્જાઈ દુર્ઘટના
| Updated on: Dec 02, 2019 | 10:44 AM

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ભાઈને અકસ્માત નડ્યો છે. અમદાવાદ પાસે બાવળા-બગોદરા હાઈ-વે પર આ ઘટના સર્જાઈ હતી. મુખ્યપ્રધાનના ભાઈ અને ભાભી રાજકોટથી પોતાની કારમાં પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અન્ય એક કાર સાથે અકસ્માત સર્જાયો. સદનસીબે આ અકસ્માતમાં મોટી જાનહાની ટળી છે. જો કે, અકસ્માતમાં મુખ્યપ્રધાનના ભાભીને ઈજા પહોંચી છે. જેમને તાત્કાલીક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં પ્રાથમિક ઉપચાર બાદ, તેમને અમદાવાદ વધુ સારવાર માટે ખસેડાયા છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ભાજપના નેતા અને રાજ્યના પૂર્વ પ્રધાન પંકજા મુંડેએ હવે ટ્વીટર પર ઊભો કર્યો હંગામો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો