Breaking News : CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ચૂક, કાફલામાં ઘુસી અજાણી કાર, જાણો પછી શું થયુ

|

Jan 21, 2025 | 11:49 AM

CM Bhupendra Patel Security Breach : પ્રજાસત્તાક પર્વ એટલે કે 26 જાન્યુઆરી પહેલા મુખ્યપ્રધાનની સુરક્ષામાં ચૂક થઇ હોવાનું સામે આવ્યુ છે. CM ભૂપેન્દ્ર પટેલના કાફલામાં અજાણી કાર ઘુસી ગઇ. અમદાવાદમાં બોપલ રિંગરોડ પાસે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યુ છે. બોપલ જાહેર કાર્યક્રમથી પરત ફરતી વખતે ચૂક સામે આવી છે. CM પસાર થવાના હોય તે પહેલાં બ્લોકેજ પોઇન્ટ સામે સવાલ ઉઠ્યા છે.

Breaking News : CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ચૂક, કાફલામાં ઘુસી અજાણી કાર, જાણો પછી શું થયુ

Follow us on

પ્રજાસત્તાક પર્વ એટલે કે 26 જાન્યુઆરી પહેલા મુખ્યપ્રધાનની સુરક્ષામાં ચૂક થઇ હોવાનું સામે આવ્યુ છે. CM ભૂપેન્દ્ર પટેલના કાફલામાં અજાણી કાર ઘુસી ગઇ. અમદાવાદમાં બોપલ રિંગરોડ પાસે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યુ છે. બોપલ જાહેર કાર્યક્રમથી પરત ફરતી વખતે ચૂક સામે આવી છે. CM પસાર થવાના હોય તે પહેલાં બ્લોકેજ પોઇન્ટ સામે સવાલ ઉઠ્યા છે.

અમદાવાદના બોપલ પાસે બન્યો બનાવ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના બોપલ ખાતે જાહેર કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા અને કાર્યક્રમમાંથી પરત નિર્ધારિત કાર્યક્રમ તરફ જવા રવાના થઈ રહ્યા હતા. ત્યારે બોપલ પાસેથી પસાર થતા હતા તે દરમિયાન એક અજાણી સફેદ કલરની કાર અચાનક તેમના કોન વેમાં પ્રવેશી ગઇ હતી. જો કે કાર પ્રવેશતાની સાથે જ પાયલોટ અને જે ટ્રેલ કાર હોય તેમને સમયસૂચકતાની સાથે એક્શન લેવા જોઈએ તે પ્રકારે એક્શન લીધા હતા.

પોલીસે કારને હટાવવા તાત્કાલિક લીધી એક્શન

મહત્વની વાત એ છે કે જે સ્થળેથી CM ભૂપેન્દ્ર પટેલનો કાફલો પસાર થઇ રહ્યો હતો, ત્યાં આગળ હાજર એક પોલીસકર્મીએ અચાનક જ એક્શન પણ લીધી અને તે અજાણી સફેદ કારને સાઈડમાં કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે અજાણ્યા કાર ચાલક દ્વારા ખૂબ જ બેદરકારી ભર્યુ વર્તન કરવામાં આવ્યુ તેવુ સ્પષ્ટપણે વીડિયોમાં જોવા મળી રહ્યુ છે.

Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ

પ્રજાસત્તાક પર્વ પહેલા જ આવી બેદરકારી

મહત્વની વાત છે કે આગામી દિવસોમાં જ્યારે પ્રજાસત્તાક પર્વ આવી રહ્યો છે એક તરફ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ એક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. મહાકુંભ પણ દેશમાં યોજાઈ રહ્યો છે એટલે કે દેશમાં ઘણા બધા મોટા મોટા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તે પહેલાં ગુજરાત જેવા રાજ્યના મુખ્યમંત્રી પસાર થતા હોય અને તેમના કોનવેમાં આ પ્રકારે અજાણી કાર ઘુસી જવી તે ખૂબ જ ચિંતાજનક બાબત કહેવાય. એટલે કે ચોક્કસથી કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જે કોનવે છે તેમાં સુરક્ષા સામે ચૂક સામે આવી છે.

હવે જોવાનું એ રહેશે કે જે અજાણી કાર CM ભૂપેન્દ્ર પટેલના કાફલામાં પ્રવેશી હતી, તેના સામે જે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ. સાથે જ કયા પ્રકારના એક્શન લેવામાં આવશે તે પણ એક ગંભીર પ્રશ્ન છે. પરંતુ આ પ્રકારે જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પસાર થતા હોય ત્યારે અજાણી કાર તેમના કોનવેમાં પ્રવેશ લે છે તે ખૂબ જ ચિંતાજનક બાબત ગણી શકાય.

 

Published On - 11:28 am, Tue, 21 January 25

Next Article