CM Rupani એ કરી સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાનજીની પૂજા અર્ચના,ચોમાસુ સારું રહે તે માટે કામના કરી

|

Jul 10, 2021 | 8:51 PM

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મારુતિ યજ્ઞમાં ભાગ લઈ ગુજરાત દિવ્ય અને ભવ્ય બને તેમ જ આગામી ચોમાસું સારુ રહે તેવી કામના કરી હતી.

CM Rupani એ કરી સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાનજીની પૂજા અર્ચના,ચોમાસુ સારું રહે તે માટે કામના કરી
Gujarat CM Rupani At Salangpur Mandir

Follow us on

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani ) એ શનિવારે સાળંગપુર(Salangpur)  શ્રી કષ્ટભંજન દેવ મંદિર ખાતે દર્શન કરી ગુજરાત કોરોનામુક્ત થાય તે માટે પ્રાર્થના કરી હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani ) એ મારુતિ યજ્ઞમાં ભાગ લઈ ગુજરાત દિવ્ય અને ભવ્ય બને તેમ જ આગામી ચોમાસું સારુ રહે તેવી કામના કરી હતી.

આ અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani ) એ પૂજય વિવેકસાગર સ્વામી અને પૂજ્ય હરિપ્રકાશ સ્વામી સહિતના અન્ય સંતોના આશીર્વચન પ્રાપ્ત કર્યા હતા.મુખ્યમંત્રીએ મંદિરના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી સાથે ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલ, ગઢડાના ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના પદાધિકારીઓ તેમજ જિલ્લા કલેકટર તુષાર સુમેરા, રેન્જ આઈજી, જિલ્લા પોલિસ અધિક્ષક સહિતના અધિકારીઓ તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહયા હતા

આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બોટાદ જિલ્લાના સાળંગપુરના બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રભુ દર્શન કરી બી.એ.પી.એસના વડા સંત પ્રમુખસ્વામી મહારાજની સમાધિના પણ દર્શન કરી આસ્થાભાવ વ્યક્ત કર્યો હતો. તેમણે ગુજરાત ઝડપથી કોરોનામુક્ત બને, આ વર્ષે સારો વરસાદ વરસે અને ગુજરાતના વિકાસના નવા સોપાનો સર કરે તેવી અભ્યર્થના કરી હતી. આ અવસરે નારાયણમુની સ્વામી, આત્મતૃપ્ત સ્વામી અને ઘનશ્યામપ્રિય સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

આ પણ વાંચો : Gujarat : રાજયમાં ફરી ચોમાસું સક્રિય, 11થી 13 જુલાઇ સુધી દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો : હવે ધ્વનિ પ્રદૂષણ કર્યું તો ખેર નથી, ચૂકવવો પડશે એક લાખ રૂપિયાનો માતબર દંડ

Published On - 8:47 pm, Sat, 10 July 21

Next Article