National Doctor’s Day : સીએમ રૂપાણીએ ડોકટરોને આપી શુભેચ્છા, કહ્યું ડોક્ટરો પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવાનો દિવસ

|

Jul 01, 2021 | 5:10 PM

સીએમ રૂપાણીએ તેમના ફેસબુક લાઇવમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ડો. બી.સી. રૉયની યાદમાં 1 જુલાઇના રોજ ડોકટર ડે મનાવવામાં આવે છે. તેમજ આજનો દિવસ એ ડોક્ટર પ્રત્યે આદર ભાવ વ્યક્ત કરવાનો દિવસ છે.

National Doctor’s Day : સીએમ રૂપાણીએ ડોકટરોને આપી શુભેચ્છા, કહ્યું ડોક્ટરો પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવાનો દિવસ
સીએમ રૂપાણીએ ડોકટરોને આપી શુભેચ્છા

Follow us on

ગુજરાતના સીએમ રૂપાણી(CM Rupani ) એ નેશનલ ડોક્ટર્સના ડેના  ડોકટરોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે ઇન્ડિયન મેડિકલ એસોસીએશનના ડોકટરો હંમેશા દેશમાં કોઇપણ મહામારી વચ્ચે સતત લોકોની સેવા કરવા તત્પર રહે છે. તેમજ છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની સામેની જંગમાં આ ડોક્ટર(Doctor)  સમુદાય લોકોની સેવા કરીને તેમના જીવ બચાવી રહ્યા છે. સીએમ રૂપાણીએ નેશનલ ડોક્ટર્સ ડેના દિવસે કોરોનાની જંગમાં જીવ ગુમાવનાર ડોકટરોને પણ નમન કર્યું હતું.

સીએમ રૂપાણી(CM Rupani ) એ તેમના ફેસબુક લાઇવમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ડો. બી.સી. રૉયની યાદમાં 1 જુલાઇના રોજ ડોકટર ડે મનાવવામાં આવે છે. તેમજ આજનો દિવસ એ ડોક્ટર(Doctor) પ્રત્યે આદર ભાવ વ્યક્ત કરવાનો દિવસ છે. ડોકટર લોકોને સારવાર કરીને સાજા કરે છે.

કોરોના સામેની લડતને કોઇ જંગથી ઓછી આંકી શકાય નહિ

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે હાલ ચાલી રહેલી કોરોના સામેની લડતને કોઇ જંગથી ઓછી આંકી શકાય નહિ. તેમજ ડોકટર આ જંગમાં ફ્રન્ટ લાઇન વોરિયર્સ બન્યા છે. તેમજ આપણે જાણીએ છીએ કોરોના વાયરસ એક છુપા દુશ્મન જેવો છે તેની સામે પણ આ ડોકટરો જંગ લડી રહ્યા છે અને દર્દીઓના જીવને બચાવી રહ્યા છે.કોરોનાની સારવાર વખતે સફેદ પીપીઇ કીટ પહેરીને ડોકટર પોતાના જીવનની પણ ચિંતા કરતાં નથી. તેમજ પોતાના પરિવારને પણ ભૂલી જાય છે અને સમાજની સેવામાં કાર્યરત રહે છે.

ગુજરાતમાં પણ લોકોના આરોગ્ય માટે અનેકવિધ યોજનાઓનો અમલ

મુખ્યમંત્રીએ જણાવ્યું કે ડૉક્ટર  રાત દિવસ લોકોની સેવામાં કાર્યરત છે. તેમણે નાગરિકોના જીવ બચાવવા માટે પોતાના જીવની કુરબાની આપી છે. આ ડોકટરોને હું નમન કરું છું.આ ઉપરાંત ગુજરાત રાજાએ પણ આરોગ્ય ક્ષેત્રે સારી એવી નામના મેળવી છે. તેમજ ગુજરાતમાં પણ લોકોના આરોગ્ય માટે અનેકવિધ યોજનાઓનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેમાં આજે શહેરી વિસ્તારમાં 108 ની સેવા 20 મિનિટના અને ગ્રામીણ વિસ્તારમાં 25 મિનિટમાં ઉપલબ્ધ છે.

સફળ ગુજરાત મોડેલની ઉપલબ્ધતા

ગુજરાતના નરેન્દ્ર મોદી જ્યારે સીએમ હતા ત્યારે મા અમૃતમ કાર્ડ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. તેમજ આના જ આધારે જયારે તેવો પીએમ બન્યા છે ત્યારે સમગ્ર દેશમાં આયુષ્યમાન કાર્ડ યોજનાના માધ્યમથી લોકોને આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. જે સફળ ગુજરાત મોડેલની ઉપલબ્ધતા છે.

Published On - 4:59 pm, Thu, 1 July 21

Next Article