CM ભૂપેન્દ્ર પટેલની સાદગી, ધારાસભ્યના ઘરે સામાન્ય કાર્યકર્તાની જેમ જોવા મળ્યા !

|

Nov 24, 2021 | 3:45 PM

ખીરસરા ખાતેની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જિલ્લા ભાજપના અગ્રણીઓને પણ મળ્યા હતા.ધારાસભ્ય લાખા સાગઠિયાના ઘરે જ્યારે મુલાકાત કરી ત્યારે જિલ્લા ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભુપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

CM ભૂપેન્દ્ર પટેલની સાદગી, ધારાસભ્યના ઘરે સામાન્ય કાર્યકર્તાની જેમ જોવા મળ્યા !
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ

Follow us on

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેના સૌમ્ય સ્વભાવ અને તેની સાદગી માટે જાણીતા છે.આ જ પ્રકારની તેની સાદગી રાજકોટમાં પણ જોવા મળી.મંગળવારે રાજકોટમાં એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા આવેલા ભૂપેન્દ્ર પટેલ ખીરસરા ખાતે ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયાના નિવાસસ્થાને પહોંચ્યા હતા જ્યાં તેઓ દ્રારા સામાન્ય કાર્યકર્તાની જેમ એક જ સોફામાં કાર્યકર્તાઓની વચ્ચે બેઠા જોવા મળ્યા હતા.તેઓના આ સ્વભાવથી રાજકોટના કાર્યકર્તાઓમાં પણ પ્રભાવિત થયા હતા.

વડાલિયા પરિવારમાં લગ્નમાં આપી હાજરી

ખીરસરા ખાતે રહેતા નાથાભાઇ કાલરિયા અને વલ્લભભાઇ વડાલિયા પરીવારના પ્રસંગમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પહોંચ્યા હતા.પારિવારીક નાતો હોવાને કારણે મુખ્યમંત્રી સાંજના સાડા સાત વાગ્યે રાજકોટ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી રોડ માર્ગે ખીરસરા પહોંચ્યા હતા.જ્યાં સાંસદ મોહન કુંડારિયા,પ્રમુખ કમલેશ મિરાણી મેયર પ્રદિપ ડવ ઉપસ્થિત રહ્યા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જિલ્લા ભાજપના અગ્રણીઓને પણ મળ્યા

ખીરસરા ખાતેની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જિલ્લા ભાજપના અગ્રણીઓને પણ મળ્યા હતા.ધારાસભ્ય લાખા સાગઠિયાના ઘરે જ્યારે મુલાકાત કરી ત્યારે જિલ્લા ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભુપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

દાદાના હુલામણા નામથી ભૂપેન્દ્ર પટેલ ઓળખાય છે

ભૂપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઇ 1962માં અમદાવાદમાં થયો હતો. ભૂપેન્દ્ર પટેલે સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. તે વ્યવસાયે બિલ્ડર છે. આ સાથે જ સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે.

ભૂપેન્દ્ર પટેલ 1995-96માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. 1999-2000, 2004-06માં અમદાવાદ સ્કુલ બોર્ડના ચેરમેન રહી ચુક્યા છે. 2008-10માં થલતેજ વોર્ડના કાઉન્સિલર હતા અને 2010-15માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. તેમજ તે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)માં 2015-17માં ચેરમેન રહી ચુક્યા છે. ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે.મૂળ અમદાવાદના દરિયાપુરની કડવાપોળમાં નાનપણમાં રહેતા હતા. આજે પણ દરિયાપુરમાં તો ભૂપેન્દ્રભાઈને લોકો ‘કડવાપોળના લાડકવાયા’ જ કહે છે.

 

આ પણ વાંચો : Rajasthan Corona Alert: 22 દિવસમાં 19 બાળક કોરોના પોઝિટિવ, આરોગ્ય મંત્રીએ કહ્યું કેન્દ્રના નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવી, ભાજપે સાધ્યુ નિશાન

આ પણ વાંચો : Viral Video : લો બોલો ! પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યુ, ‘ગાર્લિક એટલે આદુ’, સોશિયલ મીડિયા પર મંત્રીની ઉડી મજાક

Published On - 3:20 pm, Wed, 24 November 21

Next Article