Panchmahal: લગ્નના વરઘોડામાં ડીજે વાગતા ડાન્સને બદલે થયો પથ્થરમારો, લગ્ન માંડવાને બદલે પોલીસ સ્ટેશને પહોચી જાન

|

May 10, 2022 | 1:32 PM

પંચમહાલ (Panchmahal) જિલ્લાના કાલોલમાં ગધેડી ફળિયામાં સોમવારે રાત્રે લગ્નનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં મસ્જિદ પાસેથી પસાર થતા વરઘોડામાં જોર જોરથી ડીજે વાગવા મુદ્દે બે જુથ વચ્ચે બોલાચાલી થઇ હતી.

Panchmahal: લગ્નના વરઘોડામાં ડીજે વાગતા ડાન્સને બદલે થયો પથ્થરમારો, લગ્ન માંડવાને બદલે પોલીસ સ્ટેશને પહોચી જાન
7 arrested in stone pelting incident in Kalol

Follow us on

પંચમહાલ (Panchmahal) જિલ્લાના કાલોલમાં સોમવારે રાત્રે બે જૂથ વચ્ચે પથ્થરમારો (Stone Pelting) થવાની ઘટના બની હતી. ત્યારે આ મામલે 30થી વધુના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. મસ્જિદ પાસેથી પસાર થતા લગ્નના વરઘોડામાં ડીજે વગાડવા બાબતે બોલાચાલી બાદ બે જુથ સામ સામે આવી ગયા હતા. મોડી રાત્રે બનેલ પથ્થરમારાની ઘટનામાં ચાર વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી. મામલો બીચકતા પોલીસ (Panchmahal Police) ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

વરઘોડામાં ડીજે વગાડવા મુદ્દે બે જુથ વચ્ચે પથ્થરમારો

પંચમહાલ જિલ્લાના કાલોલમાં ગધેડી ફળિયામાં સોમવારે રાત્રે લગ્નનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં મસ્જિદ પાસેથી પસાર થતા વરઘોડામાં જોર જોરથી ડીજે વાગવા મુદ્દે બે જુથ વચ્ચે બોલાચાલી થઇ હતી. બોલાચાલી ઉગ્ર બનતા બંને જૂથના લોકો સામસામે આવી જતા બની પથ્થરમારાની ઘટના બની હતી. મોડી રાત્રે બનેલા પથ્થરમારાના બનાવમાં ચાર વ્યક્તિઓ સામાન્ય ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સ્થળ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

ઘટનાની જાણ થતા જ કાલોલ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો. સમગ્ર મામલે કાલોલ પોલીસ મથકે સામસામે રાયોટિંગની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે 30થી વધુના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધી છે. તો હજુ પણ શાંતિ જળવાઇ રહે તે માટે કાલોલ પોલીસ દ્વારા ગધેડી ફળિયા વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Published On - 12:51 pm, Tue, 10 May 22

Next Article