Chota Udepur : પીપળવાણી ગામમાં ત્રણ વર્ષથી શિક્ષકની ગેરહાજરી, ગ્રામજનોએ શાળાને માર્યા તાળા

|

Aug 18, 2021 | 7:36 AM

પીપળવાણી ગામની શાળામાં છેલ્લા ત્રણ વર્ષથી શિક્ષકની ગેરહાજરીને લઈ કંટાળેલા ગામ લોકોએ આખરે શાળા પર તાળાબંધી કરી પોતાનો રોષ ઠાલવ્યો છે.

Chota Udepur : પીપળવાણી ગામમાં ત્રણ વર્ષથી શિક્ષકની ગેરહાજરી, ગ્રામજનોએ શાળાને માર્યા તાળા
file photo

Follow us on

Chota Udepur : જિલ્લાના પીપળવાણી ગામની શાળામાં છેલ્લા ત્રણ વર્ષથી શિક્ષકની ગેરહાજરીને લઈ કંટાળેલા ગામ લોકોએ આખરે શાળા પર તાળાબંધી કરી પોતાનો રોષ ઠાલવ્યો છે.

જીવનનું ઘડતર અને પાયાનું શિક્ષણ જ્યાં બાળકોને મળે તેવા સરસ્વતીના ધામમાં બાળકો આજે શિક્ષણથી વંચિત છે. ગામના વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે કે ડુંગર વિસ્તારમાં આવેલ પીપળવાણી ગામની શાળા પર એક બે નહીં છેલ્લા ત્રણ વર્ષથી શિક્ષક આવતા નથી. જેને લઈ બાળકોને શિક્ષણથી વંચિત રહેવાનો વારો આવ્યો છે.

ગામના લોકોનું એ પણ કહેવું છે કે ગામના તમામ વાલીઓ અભણ છે જેથી તેમણે તેમના બાળકોની ચિંતા છે કે દુનિયા આજે પ્રગતિ તરફ હરણફાળ ભરી રહી છે. ત્યારે તેનું બાળક પાછળના રહી જાય તેની વાલીઓને ચિંતા છે, પણ તંત્રને જાણે કોઈ ફિકર નથી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આજે આ વિસ્તારના બાળકો ઢોરને ચરાવવા મજબૂર બન્યા છે. ખરેખર આવા બાળકોના ભાવીની ચિંતાને લઈ વારંવાર રજૂઆત આ વિસ્તારના વાલીઓ કરી છે. પણ કોઈ નિરાકરણ આજ દિન સુધી આવ્યું નથી .જેથી ગામના વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

નસવાડી તાલુકાના પીપળવાણી ગામની 600ની આસપાસની વસ્તી છે. અને આ ગામની શાળા 1થી 5 ધોરણની છે. પણ છેલ્લા ત્રણ વર્ષથી જે શિક્ષક આ શાળાનો છે તે આવતો ના હોવાથી શાળા પર તાળાં જ લટક્તા જોવાઈ રહ્યા છે. શાળાનો શિક્ષક આમ તો શાળાએ રોજ ગેરહાજરી હોય છે પણ સ્વતંત્રતા પર્વના દિવસે પણ આ શિક્ષક ના આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.

આ વર્ષે 15 ઓગસ્ટના દિવસે વાલીઓએ શિક્ષક આવશે તેની રાહ જોઈ પણ શિક્ષક ના આવ્યો અને શાળાના મધ્યાન ભોજનના સંચાલકે તિરંગો ફરકાવવાની વાત કરતાં ગામ લોકોએ વિરોધ કર્યો અને તિરંગો શાળા પર ના લહેરાયો.

આક્રોશમાં આવેલા ગામના લોકો અને બાળકો આજે શાળા પર ભેગા થયા અને ભારે સૂત્રોચ્ચાર સાથે સ્કૂલ પર તાળાં મારી દીધા અને સાથોસાથ ચિમકી પણ ઉચ્ચારી કે જ્યાં સુધી નવા કોઈ શિક્ષક શાળા પર નહીં આવે ત્યાં સુધી શાળાના તાળાં નહીં ખૂલે.ગામ લોકોએ સ્કૂલ પર તાળાંબંધી કરી હોવાની જાણ શિક્ષણ વિભાગમાં થતાં તાલુકા શિક્ષણા અધિકારીએ શિક્ષકને લઈ જે સમસ્યા ઉભી થઈ છે.

તેનું જલ્દી નિરાકરણ લાવી દેવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી.ગામ લોકોએ તંત્રને સબક શીખવાડવા સ્કૂલ પર તાળાં તો મારી દીધા છે પણ હવે જોવાનું એ રહે છે કે સ્કૂલ પર મરેલા તાળાં ખરેખર કયારે ખૂલશે અને શું તેમણે ઉચ્ચારેલ ચિમકીની કોઇ અસર થશે ?

આ પણ વાંચો : Junagadh : જિલ્લાના 17 જળાશયોમાં પાણીનો જથ્થો માત્ર 30 ટકા, ખેડૂતોને સિંચાઇનું પાણી આપવું મુશ્કેલ

Next Article