દેશભરમાં 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી ખેડાના નડિયાદ ખાતે કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલે સ્વતંત્રતા દિવસની ઉજવણીના કાર્યક્રમાં સંબોધન કરતા જણાવ્યુ કે પર્યાવરણની જાળવણી અને ધરતીનું ગ્રીન કવર વધારવા એક પેડ માઁ કે નામ અભિયાનમાં ગુજરાત સવા સાત કરોડ વૃક્ષ વાવીને દેશમાં બીજા ક્રમે રહ્યું છે.
રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને મોટાપાયે પ્રોત્સાહનો મળે તે માટે વડાપ્રધાનનો મંત્ર સાકાર કર્યો છે. જેના પગલે 42 લાખ ખેડૂતોને તાલીમ લીધી છે. તેમાંથી નવ લાખ ખેડૂતો પોતાની જમીન પર સક્રિય રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. સિંચાઇ ક્ષેત્રે વ્યવસ્થાપન ઉત્તમ પોષણ પૂરું પાડીને ગુજરાત દેશમાં અગ્રેસર રહ્યું છે. લગભગ 15 લાખ ખેડૂતોએ માઈક્રો ઈરીગેશન પદ્ધતિ અપનાવીને 23.4 લાખ હેક્ટર વિસ્તારને તેમાં આવરી લીધી છે. પીવાના અને સિંચાઇના પાણી માટે સુજલામ સુફલામ યોજના દિશાદર્શક બની છે. આ વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાનના સાતમા તબક્કામાં આપણી જળસંગ્રહ શક્તિ ની ક્ષમતામાં લાખો ઘનફૂટ વધારો થયો છે.
હાલ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં જે વધારાનું પાણી આવ્યું છે. તેમાંથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જળાશયો તળાવો ભરી ને આપણે યોગ્ય જળ વ્યવસ્થાપન કરવાના છે. રાજ્ય સરકારે જળ સુરક્ષાની સાથે સાથે આરોગ્યની સુરક્ષાની કાળજી લીધી છે.
વડાપ્રધાનના દિશાદર્શન શરૂ થયેલી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નાગરિકો માટે આશીર્વાદરૂપ બની છે. ગુજરાતમાં બે કરોડથી વધુ ગરીબોને આયુષ્ય દ્વારા વિનામૂલ્યે આરોગ્ય સેવા મળે છે. તેમાં પણ બમણો વધારો કર્યો છે. દરેક ગરીબ પરિવાર હવે પાંચ લાખથી વધારીને 10 લાખ રૂપિયા સુધીની આરોગ્ય કવચ પૂરું પાડતી યોજના લોકો માટે લાભદાયી નીવડશે.
રાજ્યની મહિલા શક્તિને mission mangalથી આત્મનિર્ભર બનાવી છે. આર્થિક રીતે પગભર કરીને લખપતી દીદી બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પમાં ગુજરાતી સાડા સાત લાખ લખપતી દીદી બનાવવાનો નિર્ધાર કર્યો છે. સુશાસન અને ગુડ ગવર્નન્સ થી નાગરિકલક્ષી સરકાર સામાન્ય માનવીના હિતોની દરકાર કરતી સરકારની આપણે સાકાર કરવી છે.