Weather Update: વાદળછાયા વાતાવરણ સાથે મોડી રાત્રે તથા દિવસે થશે હળવી ઠંડીનો અનુભવ, જાણો તમારા શહેરનું હવામાન
અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. તેમજ આકાશ એકદમ ચોખ્ખું જોવા મળેશે. તેમજ ભેજનું પ્રમાણ 64 ટકા રહેશે. તો અમરેલીમાં મહતમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 3 ડિગ્રી રહેશે. તેમજ અમરેલીમાં વરસાદની હવે શક્યતા નથી.
રાજ્યમાં હવે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે નવરાત્રિના દિવસોથી સામાન્ય રીતે ઠંડા વાતાવણની શરૂઆત થઈ જતી હોય છે ત્યારે હવામાન વિભાગ (IMD)દ્વારા આગાહી કરવામાં આવી છે કે , છોટા ઉદેપુર સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ સ્વચ્છ વાતાવણ જોવા મળશે ત્યારે જાણો તમારા શહેરનું હવામાન (Weather) આજે કેવું રહેશે.
અમદાવાદીઓને બફારો અકળાવશે
અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. તેમજ આકાશ એકદમ ચોખ્ખું જોવા મળેશે. તેમજ ભેજનું પ્રમાણ 64 ટકા રહેશે. તો અમરેલીમાં મહતમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 3 ડિગ્રી રહેશે. તેમજ અમરેલીમાં વરસાદની હવે શક્યતા નથી. જ્યારે આણંદમાં તાપમાન 35 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો 67 ટકા હ્યુમિડિટી સાથે બાફનો અનુભવ થતા અકળામણ થઈ શકે છે જ્યારે અરવલ્લીમાં મહતમ તાપમાન 35 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે.
બનાસકાંઠામાં જોવા મળશે ચોખ્ખુ આકાશ રાહત
ઉત્તર ગુજરાતમાં (North Gujarat) બનાસકાંઠાની વાત કરીએ તો મહતમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. તો ભરૂચમાં મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે વાદળછાયા વાતાવરણ સાથે ભેજનું પ્રમાણ 74 ટકા રહેશે અને હળવાથી ભારે વરસાદી ઝાપટા સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહેશે. તો ભાવનગરમાં તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે બોટાદમાં તાપમાન 35 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. તેમજ વરસાદની શકયતા હવે નથી.
છોટા ઉદેપુરમાં મોડી રાત્રે થશે ઠંડીનો અનુભવ
તો મધ્ય ગુજરાતના છોટા ઉદેપુરમાં વરસાદની સહેજ પણ શકયતા નથી અને મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. તો જ્યારે દાહોદમાં પણ 86 ટકા ભેજ સાથે મહતમ તાપમાન 28 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. તો ડાંગમાં પણ વરસાદી ઝાપટાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે અને મહતમ તાપમાન 25 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 21 ડિગ્રી રહેશે. તો બફારાનું પ્રમાણ 92 ટકા જેટલું રહેશે.
દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં બફારો અકળાવશે.
દેવભૂમિ દ્વારકામાં (Devbhoomi dwarka) મહતમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. દરિયાકાંઠો નજીક હોવાથી અહી બફારાનું પ્રમાણ વધારે રહેશે તો ગાંધીનગરમાં મહતમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે અહીં સામાન્ય વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથમાં મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જામનગરમાં મહતમ તાપમાન 29 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો જૂનાગઢમાં (Junagadh) મહતમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે અહીં પણ વરસાદની શકયતા નથી.