મધ્ય ગુજરાતમાં મેઘો અનરાધાર, બોડેલી ફેરવાયું બેટમાં, સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ

|

Jul 10, 2022 | 7:23 PM

રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુરના (Chhota udepur) બોડેલીમાં પડ્યો હતો. બોડેલીમાં 17 ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો તો જિલ્લાના ઢોકલિયા ગામમાં મકાનોમાં પાણી આવી જતા લોકો જીવ બચવવા માટે છત ઉપર ચઢ્યા હતા.

મધ્ય ગુજરાતમાં મેઘો અનરાધાર, બોડેલી ફેરવાયું બેટમાં, સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ
The highest rainfall of 17 inches is in Bodeli of Chhota Udepur District of madhya Gujarat

Follow us on

Gujarat Monsoon 2022: છોટાઉદેપુરના (Chhota udepur)બોડેલીમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારો બોટમાં ફેરવાયા છે.  રાજ્યમાં  સૌથી વધુ બોડેલીમાં (Bodeli)17 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ખાસ તો બોડેલી ગામ બેટમાં ફેરવાતા જ્યાં નજર નાંખો ત્યાં બસ પાણી જ પાણી દેખાઇ રહ્યું છે. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. એટલું જ નહીં ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ભરાતા (Waterlogging)લોકોની ઘરવખરી અને માલ સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. સ્થાનિકો અને વેપારીઓનો આરોપ છે કે કોતરને સમયસર સાફ ન કરાતા પાણીનું વહેણ અટક્યું છે. જેના કારણે આવી સ્થિતિનું નિર્માણ થયું છે.

તો બીજી તરફ રસ્તા પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. મધ્ય ગુજરાતમાં ગઈ રાત્રિથી શરૂ થયેલો વરસાદ આજે પણ અવિરત પણે વરસી રહ્યો છે. છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં જાણે બારે મે્ઘ ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં થયો છે.

પ્રતાપનગર – છોટાઉદેપુર પેસેન્જર  ટ્રેન કરવામાં આવી રદ

ભારે વરસાદથી  બોડેલી – પાવી સ્ટેશન વચ્ચે ટ્રેક  ધોવાઈ જતા  ટ્રેન નં. 09169 પ્રતાપનગર – છોટાઉદેપુર પેસેન્જર અને 09170 છોટાઉદેપુર – પ્રતાપનગર પેસેન્જર વોશઆઉટને કારણે રદ કરવામાં આવી છે. 

આ પણ વાંચો

બોડેલી ફેરવાયું બેટમાં

છોટા ઉદેપુર જિલ્લામાં સાંબેલાધાર વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. સવારથી બપોરના 4 વાગ્યાં સુધી સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ બોડેલીમાં 17 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેતપુર પાવી અને ક્વાંટમાં 10-10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેને લઇ જિલ્લાના અનેક ગામ પાણીમાં તરબોળ થયા છે. બોડેલી, ઢોકલીયા અને અલીખેરવા ગામમાં વરસાદી પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મકાનો, દુકાનો અને રસ્તામાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.એટલું જ નહીં ઘરવખરી પલળી જતા લોકોને રહેવાના અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ માટે પણ હેરાનગતિ વેઠવાની આવી છે.

ઢોકલિયા ગામમાં મકાનો વરસાદી પાણીમાં ડૂબી ગયા છે. અને લોકો જીવ બચવવા માટે છત પર ચઢ્યા હતા. જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર આર.એન કુશવાહાએ ટીવી 9 સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે છોટાઉદેપુરમાં બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેતપુર, પાવી જેતપુર, બોડેલી, નસવાડી અને સંખેડા સહિત તમામ 6 તાલુકામાંમાં બચાવ કામગીરી ચાલી રહી છે. મામલતદારથી માંડીને ફોરેસ્ટની ટીમ રાહત અને બચાવકાર્ય માટે ખડેપગે છે અને અન્ય જિલ્લામાંથી પણ રાહત અને બચાવ માટે મદદ લેવામાં આવી રહી છે.  100 જેટલા ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડાવામાં આવ્યાં છે અન્ય ફસાયેલા લોકોને સલામત સ્થળે લઇ જવા માટે કામગીરી ચાલી રહી છે. નસવાડીમાં ખેતરમાં 8 લોકો ફસાયેલા હતા તેમના રેસક્યૂ માટેની કામગીરી ચાલી રહી છે .

નસવાડીના કોળીડેળી સ્મશાનમાં ફસાયેલા લોકોનું  કરવામાં આવ્યું  રેસ્ક્યૂ

નસવાડીના કાળીડોળીથી રાજબોડેલીના રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. જેને પરિણામે  નસવાડીના દવાખાને આવેલા  1 પુરૂષ તેમજ 2 મહિલાઓ અને 1 બાળક ફસાઈ ગયા હતા. ત્યારે તંત્રને આ બાબતની જાણ થતા   પોલીસ, મામલતદાર અને ગ્રામજનોની મદદથી ભારે જહેમત પૂર્વક ચારેયને રેસ્કયૂ કરીને  સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યા હતા.

કોતર સાફ કરવામાં ન આવતા પાણીનું વહેણ અટક્યું

છોટાઉદેપુરના બોડેલીમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારો બોટમાં ફેરવાયા છે. બોડેલી ગામમ બેટમાં ફેરવાતા જ્યાં નજર નાંખો ત્યાં બસ પાણી જ પાણી દેખાઇ રહ્યું છે. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. એટલું જ નહીં ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ભરાતા માલ સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે.સ્થાનિકો અને વેપારીઓનો આરોપ છે કે કોતરને સમયસર સાફ ન કરાતા પાણીનું વહેણ અટક્યું છે. જેના કારણે આવી સ્થિતિનું નિર્માણ થયું છે અને ભારે  નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

Published On - 6:19 pm, Sun, 10 July 22

Next Article