CHHOTA UDEPUR : ટ્રાન્સપોર્ટરોની હડતાલથી 500 ટ્રકોના પૈડાં થંભી ગયા, શું છે હડતાલનું કારણ ?
ડીઝલની વધતી કિંમતમાં લોડીંગ ચાર્જ ટ્રક માલિકોને પરવડતો ન હોવાથી "જિસકા માલ ઉસકા હમાલ" ના સૂત્ર હેઠળ હડતાલ કરી દેવામાં આવી.
CHHOTA UDEPUR : છોટાઉદેપુરમાં ટ્રાન્સપોર્ટરો અને ટ્રકના માલિકો હડતાલ પર ઉતરી જતા 400થી 500 ટ્રકોના પૈડાં થંભી ગયા. ટ્રાન્સપોર્ટરો અને ટ્રક માલિકોનું કહેવું છે કે ડોલોમાઈટ ફેક્ટરીના માલિકો દ્વારા વર્ષોથી તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. ટ્રકમાં માલ લોડીંગ કરવાની મજૂરીમાં છેલ્લા કેટલાય વર્ષોથી કોઈપણ જાતનો વધારો કરવામાં આવ્યો નથી. ડીઝલની વધતી કિંમતમાં લોડીંગ ચાર્જ ટ્રક માલિકોને પરવડતો ન હોવાથી “જિસકા માલ ઉસકા હમાલ” ના સૂત્ર હેઠળ હડતાલ કરી દેવામાં આવી.
Published on: Aug 02, 2021 07:13 AM
