Chota udepur: તમામ તાલુકામાં ધોધમાર વરસાદ, રસ્તા પર પાણી ફરી વળ્યા

|

Sep 01, 2022 | 1:31 PM

છોટા ઉદેપુર  (Chota udepur) જિલ્લાના જબુ ગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને ધોધમરા વરસાદથી  રસ્તા ઉપર પાણી ફરી વળ્યા  છે. કેટલાક જિલ્લામાં હવામાન વિભાગે  (IMD) આજે ભારે  વરસાદની આગાહી કરી  છે ત્યારે પંચમહાલ, છોટા ઉદેપુર , સુરત અને અમદાવાદમાં ભારે  વરસાદી ઝાપટા  પડવાની શરૂઆત થઈ છે.

Chota udepur: તમામ તાલુકામાં ધોધમાર વરસાદ, રસ્તા પર પાણી ફરી વળ્યા
છોટા ઉદેપુરના જબુગામમાં ભારે વરસાદી ઝાપટાં

Follow us on

છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદે  (Rain) રિ એન્ટ્રી કરી છે અને  જિલ્લાના તમામ  તાલુકામાં વરસાદ થયો છે  છોટા ઉદેપુર  (Chota udepur) જિલ્લાના જબુ ગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને ધોધમરા વરસાદથી  રસ્તા ઉપર પાણી ફરી વળ્યા  છે. કેટલાક જિલ્લામાં હવામાન વિભાગે  (IMD) આજે ભારે  વરસાદની આગાહી કરી  છે ત્યારે પંચમહાલ, છોટા ઉદેપુર , સુરત અને અમદાવાદમાં ભારે  વરસાદી ઝાપટા  પડવાની શરૂઆત થઈ છે.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ

દરમિયાન  થોડા સમયના વિરામ બાદ ગીર સોમનાથ, મહેસાણા (Mehsana), સુરત, અમરેલીમાં  (Amreli) વરસાદની શરૂઆત થઈ છે. વાદળછાયા વાતાવરણ તેમજ ઉપરવાસમાં પાણીની આવકને પગલે મોટા ભાગના જિલ્લાઓમાં ડેમ (Dam) વરસાદી પાણીથી છલકાઈ ગયા છે. તો આજના દિવસમાં ભાવનગર, છોટાઉદેપુર અને પંચમહાલ,આણંદમાં ભારે તેમજ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભાવનગરમાં પણ પલટાયું વાતાવરણ

ભાવનગર શહેરના વાતાવરણમાં આજે વહેલી સવારથી પલટો આવ્યો હતો અને ભારે બફારા વચ્ચે કાળા ડિંબાંગ વાદળોથી આકાશ ઘેરાઈ ગયું હતું અને ભાગે ગાજવીજ સાથે શહેરમાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ  હતી. ભાવનગરમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ  ગયા હતા. કારણ કે  ખેડૂતોના જણાવ્યા પ્રમાણે  ખેતરમાં ઉભેલા મોલને હજી પણ  વરસાદી પાણીની જરૂર છે  જો વરસાદ થાય તો બફારાથી મુક્તિ મળે તેવી લોકો આશા સેવી રહ્યા છે.

24 કલાકમાં 34 તાલુકામાં થયો વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં વાપીમાં 3 ઈંચ, વલસાડમાં, અઢી ઈંચ, કપરાડામાં અઢી ઈંચ, પારડીમાં બે ઈંચ, વડોદરામાં પોણો ઈઁચ, લખપતમાં એક ઈંચ, વાલોદમાં એક ઈંચ, બારડોલીમાં એક ઈંચ, વાઘોડિયામાં અડધો ઈંચ, કપડવંજમાં અડધો ઈંચ, મહુઆમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ, વડોદરા, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં વરસાદ થઈ શકે છે.

 

Next Article