સર્કસથી ચાલે છે ગુજરાન, સર્કસનો વ્યવસાય ટકાવી રાખવા સંઘર્ષ કરી રહ્યાં છે કલાકારો

સર્કસના કલાકારોની સ્થિતિ એટલી ખરાબ છે કે, ઘર ચલાવવા તો શું, પશુઓને ખવડાવવા માટે પણ નાણાં નથી. એટલે સર્કસના માલિકોને પ્રાણીઓ વેચવાની જરૂર પડી છે.

સર્કસથી ચાલે છે ગુજરાન, સર્કસનો વ્યવસાય ટકાવી રાખવા સંઘર્ષ કરી રહ્યાં છે કલાકારો
Bodeli's Golden Circus performers are struggling to sustain the circus business


CHHOTA UDEPUR : લોકોના ચહેરા પર સ્મિત લાવતા, લોકોનું દુઃખ દૂર કરતા, કલા કરતબ બતાવી ઘરનું ગુજરાન ચલાવતા સર્કસના કલાકારો જ સંકટમાં છે..લોકોનું દુઃખ દૂર કરતા બોડેલીના ગોલ્ડન સર્કસના કલાકારો જ દુઃખી છે..હાલ કોરોના ગાઈડ લાઇન પ્રમાણે થોડી ગણી છૂટછાટ આપવામાં આવી છે ત્યારે ફરી આ સર્કસના પરિવાર કે જેવો વર્ષો થી આ વ્યવસાય સાથે જોડાયેલા છે તેઓ આ ધંધા ને ટકાવી રાખવા સંઘર્ષ કરી રહ્યા છે.

સર્કસ એક એવો વ્યવસાય છે કે જેમાં કલાકારોનો એક નો મોટો સમૂહ હોઇ છે. રોજ પોતાની કલા કરતબ બતાવી વળતળ મેળવી સર્કસ પરિવાર નું ગુજરાન ચલાવતા હોય છે, પણ કોરોના મહામારીએ તેમના ધંધાને તહસ નહસ કરી નાખ્યો. આમ છતાં કેટલાક સર્કસના કલાકારોએ હિંમત ન હારી અને આજે જ્યારે કોરોના ગાઈડલાઇન પ્રમાણે થોડી ઘણી છૂટછાટ આપવામાં આવી છે ત્યારે ફરી આ સર્કસ પરિવાર કે જે વર્ષોથી આ વ્યવસાય સાથે જોડાયેલ છે તેઓ આ ધંધાને ટકાવી રાખવા સંઘર્ષ કરી રહ્યા છે.

લોકોને અવનવા કરતબ કરી હસાવતા, ક્યારેક કાર્ટૂન તો ક્યારેક જોકર, ક્યારેક સ્ટંટબાજ જેવા પાત્ર નિભાવીની લોકોના ચહેરા પર સ્માઈલ લાવતા, લોકોનું દુઃખ દૂર કરતા બોડેલીના ગોલ્ડન સર્કસના કલાકારો જ દુઃખી છે. પ્રાચીન સમયથી ચાલ્યા આવતા વ્યવસાયની કમર પહેલા ટીવી, ઈન્ટરનેટ અને મોબાઈલે ભાંગી.ઉપરથી કપરા કાળમાં ડચકા ખાતા આ વ્યવસાય પર કોરોનાનું ગ્રહણ લાગ્યું. આજના સમયમાં માંડમાંડ ગુજરાન ચલાવતા સર્કસના કલાકારોની હાલત વધુ કફોડી થઈ ગઈ છે.

સર્કસના કલાકારોની સ્થિતિ એટલી ખરાબ છે કે, ઘર ચલાવવા તો શું, પશુઓને ખવડાવવા માટે પણ નાણાં નથી. એટલે સર્કસના માલિકોને પ્રાણીઓ વેચવાની જરૂર પડી છે.હવે સર્કસના કલાકારો અને માલિકો ખુદ કહી રહ્યા છે કે આ ધંધાનું હવે ભવિષ્ય રહ્યું નથી.જો કે હજી ઘણા લોકો લુપ્ત થતા આ વ્યવસાયને બચાવવા માટે સર્કસ નિહાળવા આવી રહ્યા છે, મનોરંજન મેળવી રહ્યા છે, લોકોને પણ અપીલ કરી રહ્યા છે.

જો આ રીતે જ લોકો મનોરંજનના આ શોને નિહાળવા આવશે જ નહીં, લુપ્ત થતા આ વ્યવસાયને લોકો નહીં બચાવે તો આવનારા સમયમાં સર્કસ એક ઇતિહાસ બની ને રહી જશે, સર્કસનો જોકર હવે ફોટોમાં જ રહેશે.

આ પણ વાંચો : રવિવારે જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં યોજાશે BJPની રાષ્ટ્રીય કારોબારી બેઠક, 7 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ મુખ્ય મુદ્દો રહેશે

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati