CHHOTA UDEPUR : નસવાડીમાં રોડના કામમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર, લોકો હાથથી ઉખાડી રહ્યાં છે રોડનો ડામર

|

Jan 02, 2022 | 11:30 AM

જે રોડ બનાવવામાં આવ્યો તે ગ્રામજાણો હાથથી જ ઉખેડી બતાવી રહ્યાં છે.ગેરરીતિ અને ભ્રષ્ટાચાર સામે આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

CHHOTA UDEPUR : નસવાડીમાં રોડના કામમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર, લોકો હાથથી ઉખાડી રહ્યાં છે રોડનો ડામર
Bodeli residents irked over poor condition of roads in Chotta Udepur

Follow us on

કોન્ટ્રાકટરે રોડ પરની માટી સાફ કરાવ્યા વગર જ સીધો ડામર પથરાવી દીધો.

CHHOTA UDEPUR : છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના દુગ્ધા અને તળાવ ગામ સુધી બનેલો રોડ ગેરેન્ટી પિરિયડ પહેલા બગડી જતાં ફરીથી રિસર્ફેસિંગનું કામ શરૂ કરવામાં આવ્યું, પરંતુ ફરી ગેરરીતિ અને ભ્રષ્ટાચાર સામે આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે

નસવાડી તાલુકા દુગ્ધા અને તળાવ વચ્ચે 10.3 કિમિનો જે રસ્તો બનાવવામાં આવ્યો હતો તે ગેરેન્ટી પિરિયડમાં છે. જોકે ગેરેન્ટી પિરિયડ પૂર્ણ થયા પહેલા આ રસ્તો બગડી જતા તેનું કોન્ટ્રાક્ટર દ્વારા રિસર્ફેસિંગનું કામ શરૂ કરવામાં આવ્યું. પણ જે રોડ પર રિસર્ફેસિંગની કામગીરી થઈ રહી છે તેમાં ગુણવત્તાનો અભાવ જોવા મળી રહ્યો છે.

કોન્ટ્રાક્ટર દ્વારા પ્રથમ રોડ પરની માટી સાફ કરી અને ડામર નાખવાનો હોઈ તેને બદલે સીધો ડામર પાથરી દેવાયો છે. જેને લઈ રોડ પર ડામર ચોંટી નથી રહ્યો. જે રોડ બનાવવામાં આવ્યો તે ગ્રામજાણો હાથથી જ ઉખેડી બતાવી રહ્યાં છે. છે. જે રિસર્ફેસિંગનું કામ કરવામાંઆવી રહ્યું છે તે કેટલું ટકશે તે બાબતે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે અને ભ્રષ્ટાચારનો કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ લગાવી રહ્યાં છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

દુગ્ધા અને તળાવ વચ્ચેનો જે માર્ગ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો તેમાં ખાડા પડી જતા કોન્ટ્રાક્ટર દ્વારા ફરીથી રિસર્ફેસિંગનુંકામ જે હાથ પર લેવામાં આવ્યું છે તેના ઉપર લીપાપોતી કરવામાં આવી રહી હોય તેમ લાગી રહ્યું છે. ફક્ત વેઠ ઉતારી કામ પૂરું કરવામાં આવી રહ્યું હોય તેમ પણ લાગી રહ્યું છે. જોકે કેટલાક જાગૃત લોકોએ વિરોધ દર્શાવ્યો છે અને જે રોડ બની રહ્યો છે તેના હાથથી પોપડા ઉખેડીનેને બતાવી રહ્યાં છે.

જ્યારે પણ રોડની કામગીરી કરવામાં આવતી હોય ત્યારે માર્ગ અને મકાન વિભાગના અધિકારીની હાજરી અનિવાર્ય હોય છે પણ રોડની જે કામગીરી થઈ રહી છે તેમાં કોઈ પણ અધિકારીની હાજરી નથી. ફક્ત સુપરવાઈઝરની દેખરેખ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે. સરકાર કરોડોનો ખર્ચ કરી પાકા ડામરવાળા રસ્તા તો બનાવે છે પરંતુ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની બેદરકારીને લઈ કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચારની હદ વટાવી જાય છે.

આ પણ વાંચો  : MEHSANA : સંભવિત ત્રીજી લહેરને પહોચી વળવા તંત્ર સજ્જ, 12 હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ અને 3,181 બેડ તૈયાર

Published On - 11:30 am, Sun, 2 January 22

Next Article