Gujarati Video : કવાંટના કડીપાણી ગામમા સ્થિત પાણી પુરવઠા યોજનાની ટાંકામાં મોટી તિરાડ, હજારો લીટર પાણીના વેડફાટનો Video Viral

Gujarati Video : કવાંટના કડીપાણી ગામમા સ્થિત પાણી પુરવઠા યોજનાની ટાંકામાં મોટી તિરાડ, હજારો લીટર પાણીના વેડફાટનો Video Viral

| Edited By: | Updated on: Feb 04, 2023 | 10:01 AM

ઉનાળામાં કવાંટ અને પાવીજેતપુર તાલુકામાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. જે માટે સરકારે રૂપિયા 145 કરોડના ખર્ચે હાફેશ્વર સુધારણા જૂથના પાણી પુરવઠા યોજના બનાવી હતી.

છોટાઉદેપુરના કવાંટ તાલુકાના કડીપાણી સ્થિત પાણી પુરવઠા યોજનાના ટાંકામાં મોટી તીરાડ પડતા હજારો લીટર પાણીનો વ્યય થયો છે. ઉનાળામાં કવાંટ અને પાવીજેતપુર તાલુકામાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. જે માટે સરકારે રૂપિયા 145 કરોડના ખર્ચે હાફેશ્વર સુધારણા જૂથના પાણી પુરવઠા યોજના બનાવી હતી. પરંતુ આ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા ટાંકામાં અચાનક લીકેજ થતા સતત હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ ટાંકામાંથી 40 જેટ્લા ગામડાઓમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. ત્યારે ટાંકાનું તાત્કાલિક સમારકામ કરી પાણીનો વ્યય થતો અટકાવવા સ્થાનિકોએ માગ કરી છે.

આ પણ વાંચો : Gujarati Video : ગુજરાતના કેટલાક જિલ્લામાં આકાશમાં દેખાયો રહસ્યમય પ્રકાશ, લોકોમાં કુતૂહલ સર્જાયું

આ અગાઉ સુરતના સીમાડા જળવિતરણ મથકની સામે આવેલી વ્રજચોક ખાડી પરની લાઈનના જોડાણને પગલે પાણીકાપ મુકવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો હતો. 11 અને 12 જાન્યુઆરીએ કુલ 4 ઝોનમાં પાણી કાપ કરવામાં આવ્યો હતો. તેની અસર કુલ 10 લાખ લોકો પર જોવા મળી હતી. રો-વોટરની પાઈપલાઈન શિફટ કરવાની કામગીરી પૂર્ણ થયા બાદ પાઈપલાઈનનું જોડાણ કરવામાં આવશે. ત્યાર બાદ તરત જ પાણીનો પુરવઠો ફરી રાબેતા મુજબ લોકોને મળવા લાગ્યો હતો.

Published on: Feb 04, 2023 09:57 AM