Gujarati Video : ગુજરાતના કેટલાક જિલ્લામાં આકાશમાં દેખાયો રહસ્યમય પ્રકાશ, લોકોમાં કુતૂહલ સર્જાયું

Gujarati Video : ગુજરાતના કેટલાક જિલ્લામાં આકાશમાં દેખાયો રહસ્યમય પ્રકાશ, લોકોમાં કુતૂહલ સર્જાયું

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2023 | 10:34 PM

ગુજરાતના કેટલાક જિલ્લામાં આકાશમાં  પ્રકાશ દેખાતા લોકોમાં  કુતૂહલ સર્જાયું છે. જેમાં વિચિત્ર પ્રકારનો પ્રકાશ દેખાતા લોકોમાં કુતુહલ સર્જાયું છે. જેમાં આકાશમાં દેખાતો આ પ્રકાશનો વિડીયો વાયરલ થયો છે. આ કોઈ ખગોળીય ઘટના કે પછી શુ હોઈ શકે એવી લોકચર્ચા પણ ચાલી રહી છે.

ગુજરાતના કેટલાક જિલ્લામાં આકાશમાં  પ્રકાશ દેખાતા લોકોમાં  કુતૂહલ સર્જાયું છે. જેમાં વિચિત્ર પ્રકારનો પ્રકાશ દેખાતા લોકોમાં કુતુહલ સર્જાયું છે. જેમાં આકાશમાં દેખાતો આ પ્રકાશનો વિડીયો વાયરલ થયો છે. આ કોઈ ખગોળીય ઘટના કે પછી શુ હોઈ શકે એવી લોકચર્ચા પણ ચાલી રહી છે.આ ઉપરાંત છોટાઉદેપુરના આકાશમાં ફરી એકવાર રહસ્યમય લાઈટ દેખાઈ છે. જેમાં એક સીધી લાઈન ટ્યુબ લાઇટની જેમ જઈ રહી હોય તેવું દ્રશ્ય દેખાયું છે. જેના પગલે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં લોકોમાં કુતુહલ જોવા મળ્યું છે. પંચમહાલમાં પણ આકાશમાં પ્રકાશ દેખાતા લોકોમાં કુતુહલ સર્જાયું છે. વિરમગામ પણ આ ઘટના જોવા મળી હતી.

જ્યારે સાબરકાંઠાના ઈડર હિંમતનગર પ્રાંતિજ સહિતના વિસ્તારમાં દેખાઈ આકાશમાં અનોખી આકૃતિ જોવા મળી હતી. જેનો લોકોએ વિડીઓ બનાવી વાયરલ કર્યો હતો. આકાશમાં તારા જેવી ટ્રેન દેખાતા કુતુહલ સર્જાયું હતું.

આ પણ વાંચો : Ahmedabad : ચાંદખેડામાં ઘટી આધાતજનક ઘટના, યુવકે ઘરમાં ઘૂસી પરણિતાની હત્યાનો પ્રયાસ કર્યો

Published on: Feb 02, 2023 08:55 PM
g clip-path="url(#clip0_868_265)">