“હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બની રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં નહીં જોડાવ”- આ ધારાસભ્યે કર્યો હુંકાર

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ફાયરબ્રાંડ નેતા ચૈતર વસાવાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. વસાવાએ છોટાઉદેપુરની સભામાં કહ્યુ કે મને આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવા માટે દબાણ કરવામાં આવી રહ્યુ છે પરંતુ અમે કોઈ સર્કસના વાઘ બનવા નથી માગતા અમે સ્વતંત્ર જંગલના વાઘ બનીને રહેવા માગીએ છીએ. ચૈતર વસાવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડેડિયાડાની મુલાકાતના 4 દિવસ પહેલા આપ્યુ છે.

| Updated on: Nov 09, 2025 | 8:52 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલારાત ના બરાબર 4 દિવસ પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. ચૈતર વસાવાએ કહ્યુ છે કે ભાજપ ખોટા કેસ કરીને મારી ટિકિટ કાપવા માગે છે. ચૈતર વસાવાએ હુંકાર કર્યો કે હું સર્કસનો નહીં પરંતુ જંગલનો વાઘ બનીને રહેવા માગુ છે. મારે સર્કસનો વાઘ નથી બનવુ. ચૈતર વસાવાએ કહ્યુ કે હું ક્યારેય ભાજપમાં સામેલ નહીં થાઉ. ચૈતર વસાવાનું આ નિવેદન એવા સમયે સામે આવ્યુ છે જ્યારે ભગવાન બિરસા મુંડાની 150મી જયંતીના પ્રસંગે વડાપ્રધાન મોદી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિધાનસભાની મુલાકાત લેવાના છે. ચૈતર વસાવા પણ ડેડિયાપાડાથી ચૂંટાઈને ધારાસભ્ય બન્યા છે.

ચૈતરનો હુંકાર, ‘હું જંગલનો વાઘ બની રહેવા જ માગુ છુ’

ચૈતર વસાવાએ કહ્યુ “ભાજપ મારી વિકેટ પાડવા માટે નરેન્દ્ર મોદીને ડેડિયાપાડા લાવી રહી છે. ડેડિયાપાડામાં જે પ્રતિમાનું સ્થાપન મે કરાવ્યુ હતુ. તેના પર ભાજપ માળા અર્પણ કરવા માટે વડાપ્રધાન મોદીને લાવી રહી છે. ભાજપવાળાનું મારા પર બહુ પ્રેશર છે. CM, ગૃહમંત્રી હર્ષ સંઘવી બધાનું દબાણ છે કે હું ભાજપમાં જોડાઈ જાઉ પરંતુ હું સર્કસનો વાઘ બનવા નથી માગતો અને જંગલનો વાઘ બની રહેવા જ માગુ છુ.”

ભાજપ નરેન્દ્ર મોદીને મારી વિકેટ લેવા માટે ડેડિયાપાડા લાવી રહી છે. ભાજપ તેમને મારા સ્થાપિત કરેલા પૂતળાને માળા ચઢાવવા માટે બોલાવી રહી છે. બધા મારા પર ભાજપમાં જોડાવા માટે ખૂબ દબાણ કરી રહ્યા છે, પણ હું એક જંગલી વાઘ છું, મુક્ત રીતે ફરતો વાઘ. હું સર્કસ વાઘ બનવા માંગતો નથી.

ખોટા કેસ કરીને ફસાવવાનો આરોપ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે ડેડિયાપાડાની મુલાકાત લેવાના છે. છોટા ઉદેપુરના ક્વાંટ તાલુકાના અઠાડુંગરીમાં ‘ગુજરાત જોડો’ જનસભામાં ચૈતર વસાવાએ કહ્યુ કે ભાજપ મારા ઉપર પાર્ટીમાં સામેલ થવાનુ દબાણ લાવી રહી છે. ચૈતર વસાવાએ દાવો કર્યો છે આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપના સૂપડા સાફ થઈ જશે. ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો કે તેમની લોકપ્રિયતા થી લોકો ગભરાઈ ગયા છે. ભાજપ હવે પીએમ મોદીને ડેડિયાપાડા લાવી રહી છે. ચૈતર વસાવા આદિવાસી સમાજને આ સંદેશ આપવામાં સફળ રહ્યા છે કે તેઓ સમાજના મુદ્દા ઉઠાવે છે. આથી જ ભાજપની સરકાર તેમને ખોટા કેસ કરીને ફસાવે છે.

ચૈતર વસાવાએ ભાજપ દ્વારા દબાણ કરવાનો આરોપ લગાવ્યો. ચૈતર વસાવાએ કહ્યુ કે મને અને મારા પરિવારને દબાવવામાં આવે છે. મારા પર ભાજપમાં જોડાવાનું સતત દબાણ થઈ રહ્યુ છે. પરંતુ હું ક્યારેય ભાજપમાં જોડાઈશ નહીં.

ગુજરાતના આ શહેરમાં મટન ચિકન તો છોડો હવે ઈંડા પણ નહીં મળે, બન્યુ વિશ્વનું પહેલુ શાકાહારી શહેર