છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ, બોડેલીમાં ઘરોમાં કેડસમા પાણી ભરાયા, જુઓ વિડીયો

છોટાઉદેપુરના બોડેલીમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.બોડેલીના ઢોકલિયા વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 10:12 PM

 

છોટાઉદેપુરના બોડેલીમાં જાણે પૂર આવ્યું હોય તેવી ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું

CHHOTA UDEPUR : રાજ્યમાં ચોમાસું સક્રિય છે અને વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે. છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના બોડેલીમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો, તો પાવી-જેતપુરમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે.

છોટાઉદેપુરના બોડેલીમાંધોધમાર વરસાદના કારણે લોકોના ઘરમાં કેડસમા પાણી ઘુસી ગયા અને અનેક ઘરોમાં ઘરવખરી વરસાદના પાણીમાં પલળી ગઈ. છોટાઉદેપુરના બોડેલીમાં જાણે પૂર આવ્યું હોય તેવી ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે.કોતરોના પાણી આસપાસના વિસ્તારોમાં ઘૂસી ગયા છે.કોતરો પાસે આવેલા વર્ધમાનનગર વિસ્તારમાં રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. લોકોના ઘરોમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા અને પાણીનો પ્રવાહ વધતો જઈ રહ્યો હોવાના કારણે કેટલાક લોકો જીવ બચાવવા અગાશી પર અને બીજા માળ પર ચઢી ગયા હતા જ્યારે કેટલાક લોકો પાણી ઓસરવાની રાહ જોઈને બેઠા હતા.

છોટાઉદેપુરના બોડેલીમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.બોડેલીના ઢોકલિયા વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે.. લોકોનાં ઘરોમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે.. જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું, જેના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું.

આ પણ વાંચો : બરોડા ડેરીનો વિવાદ ગાંધીનગર પહોચ્યો, આવતીકાલે સીઆર પાટીલની અધ્યક્ષતામાં ધારાસભ્યો અને ડેરીના સત્તાધીશોની બેઠક યોજાશે

આ પણ વાંચો : સાઈબર ક્રાઈમના આરોપીને બચાવવા ફિલ્મી ઢબે પોલીસ પર હુમલો, મુખ્ય સાગરિત સળિયા પાછળ ધકેલાયો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">