ખેડા નજીક હાઈવે પર કેમિકલ ટેન્કર પલટ્યું, અધિકારીઓના કાફલા ઘટનાસ્થળે દોડી આવ્યા – જુઓ Video

ખેડા નજીક હાઈવે પર કેમિકલ ટેન્કર પલટ્યું, અધિકારીઓના કાફલા ઘટનાસ્થળે દોડી આવ્યા – જુઓ Video

| Edited By: | Updated on: May 24, 2025 | 8:01 PM

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ચકલાસી પાસે એક કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. ટેન્કર હાઇવેની રેલિંગ તોડીને લગભગ 20 ફૂટ ખાડામાં જતાં તેમાં ભરેલું કેમિકલ લીક થવા લાગ્યું હતું.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ચકલાસી પાસે એક કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. ટેન્કર હાઇવેની રેલિંગ તોડીને લગભગ 20 ફૂટ ખાડામાં જતાં તેમાં ભરેલું કેમિકલ લીક થવા લાગ્યું હતું. આ ટેન્કર દહેજથી અમદાવાદ તરફ જઈ રહ્યું હતું અને તેમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ નામનું 16,000 લિટર કેમિકલ ભરેલું હતું.

આ ઘટનાની જાણ થતાં જ નડિયાદ અને આણંદના ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી ટેન્કરમાંથી થતું કેમિકલ લીકેજ અટકાવવાની કામગીરી આવતાની સાથે જ શરૂ કરી દીધી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નડિયાદના ડીવાયએસપી, ચકલાસી પીઆઈ, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી અને ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જણાવી દઈએ કે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો