Surat : અરાજકતા અફઘાનિસ્તાનમાં પણ અસર સુરતમાં : કાપડ વેપારીઓનું પેમેન્ટ અટવાયું

|

Aug 20, 2021 | 10:27 AM

અફઘાનિસ્તાન સાથે સુરતનો કાપડ બિઝનેસ સંકળાયેલો છે. પણ હાલ અરાજકતાના કારણે વેપારીઓનું પેમેન્ટ અટવાઈ ગયું છે.

Surat : અરાજકતા અફઘાનિસ્તાનમાં પણ અસર સુરતમાં : કાપડ વેપારીઓનું પેમેન્ટ અટવાયું
Chaos in Afghanistan also affects Surat: Payments of textile traders stalled

Follow us on

અફઘાનિસ્તાનમાં (Afghanistan ) રાજકીય અનિશ્ચિતતા અને તાલિબાનોએ દેશ પર કરેલા કબ્જા પછી ત્યાં અંધાધૂંધી અને ભારે અરાજકતાની સર્જાયેલી અસર ટેક્સ્ટાઇલનું (textile )હબ ગણાતા સુરતમાં(surat ) પણ જોવા મળી રહી છે. અફઘાનિસ્તાનમાં સર્જાયેલી અરાજકતાનો કારણે સુરતના કાપડ વેપારીઓનો 400 કરોડનું પેમેન્ટ અટવાયું છે, જેને લઈને વેપારીવર્ગમાં ચિંતા જોવા મળી રહી છે.

અફઘાનિસ્તાનમાં જે સ્થિતિ છે તે જોઈને તેમને 400 કરોડ રૂપિયાનું પેમેન્ટ નહીં મળે તેવો ડર સતાવી રહ્યો છે. સુરતમાં બનતા પંજાબી ડ્રેસ અને દુપટ્ટાની અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં સૌથી વધારે માંગ છે. ત્રણ વર્ષ પહેલા મહિલાઓ માટેના તૈયાર કપડાં ખરીદવા માટે અફઘાનિસ્તાનના વેપારીઓ અવારનવાર સુરતની મુલાકાત લેતા હતા. તેઓ અંગત રીતે પોતાની વસ્તુઓની ખરીદી કરતા હતા. અને દિલ્હીમાં તેમના ધંધાના સહયોગીઓના માધ્યમથી કકવણી કરતા હતા.

એક અંદાજ મુજબ 100 કરોડ રૂપિયાના કપડાં દર મહિને પાકિસ્તાન અથવા દુબઇ મારફતે અફઘાનિસ્તાન મોકલવામાં આવતા હતા. કાપડ દલાલનું કહેવું છે કે કાપડ બજારમાં ક્રેડિટનો સમયગાળો ત્રણ મહિના સુધીનો હોય છે અને પાકિટન અથવા દુબઇ મારફતે અફઘાનિસ્તાનને પુરા પાડવામાં આવતા માલમાં પેમેન્ટ ત્રણથી ચાર મહિનામાં પ્રાપ્ત થાય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જોકે હાલની પરિસ્થિતિના કારણે નિકાસકારોનું અંદાજે 400 કરોડનું પેમેન્ટ અટવાયું છે. હાલ આ પરિસ્થિતિમાં પાકિસ્તાન અથવા દુબઇ દ્વારા નિકાસ પણ પ્રભાવિત થયું છે. ક્વોલિટી અને વેરાયટીના કારણે શહેરના પંજાબી શૂટ અને દુપટ્ટાની અફઘાનિસ્તાનમાં ભારે માંગ છે. આયાતકારો આ પ્રોડક્ટ્સ ઈચ્છી રહ્યા છે પણ અનિયમિત સપ્લાયના કારણે કોઈપણ વર્તમાન પરિસ્થિતિમાં નિકાસ કરવાનું જોખમ લેવા માંગતા નથી.

અન્ય એક એક્સપોર્ટર જણાવે છે કે અફઘાનિસ્તાનમાં દર મહિને 100 કરોડ રૂપિયાથી વધારેના કપડાં અલગ અલગ રૂટથી નિકાસ કરવામાં આવતા હતા. પરંતુ હાલની સ્થિતિના કારણે તે અટકી ગયું છે. ઘણા નિકાસકારોને ભારે નુકશાન થયું છે અને સ્થિતિ ક્યારે સુધરશે તેના વિશે કોઈ નક્કી નથી.

જોકે એક વાત નક્કી છે કે હાલ અફઘાનિસ્તાનમાં ઉભા થયેલા સંકટને કારણે સુરતના 125 કરતા વધુ વેપારીઓ જેમનો બિઝનેસ અફઘાનિસ્તાન સાથે જોડાયેલો છે તેઓ અટકવાઇ ગતો છે. જોકે વેપારીઓનું માનીએ તો હાલ વેપારીઓ દ્વારા અફઘાનિસ્તાન સાથે કોઈપણ પ્રકારનો વેપાર કરવાનો પણ ઇન્કાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :

Photo Story : સુરતમાં સ્ટાર એથ્લીટ નીરજ ચોપરાની થીમ પર યોજાઈ પેઇન્ટિંગ કોમ્પિટિશન

Surat Medical Success : મેડિકલ ક્ષેત્રમાં સુરતની સિદ્ધિ, પહેલીવાર પુરુષને સંપૂર્ણ સ્ત્રી બનાવવાની સર્જરી સુરતમાં થઇ સફળ

Published On - 7:54 am, Fri, 20 August 21

Next Article