અમદાવાદથી ઉપડતી કર્ણાવતી, સાબરમતી અને પટના એક્સપ્રેસ ટ્રેનના સમયમાં પરિવર્તન

|

Jan 25, 2021 | 11:54 AM

અમદાવાદ રેલ્વે સ્ટેશન પરથી ઉપડતી  ચાર  સ્પેશિયલ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

અમદાવાદથી ઉપડતી કર્ણાવતી, સાબરમતી અને પટના એક્સપ્રેસ ટ્રેનના સમયમાં પરિવર્તન
Ahmedabad railway station File Photo

Follow us on

અમદાવાદ રેલ્વે સ્ટેશન પરથી ઉપડતી ચાર સ્પેશિયલ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં Western Railway એ મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ, અમદાવાદ – દરભંગા સાબરમતી એક્સપ્રેસ, અમદાવાદ – વારાણસી સાબરમતી એકસપ્રેસ, અમદાવાદ – પટના એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેનોના સમયમાં પરિવર્તન કર્યુ છે.

Western Railway દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદની 02933/02934 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ, 09165/09166 અમદાવાદ – દરભંગા સાબરમતી એક્સપ્રેસ, 09167/09168 અમદાવાદ – વારાણસી સાબરમતી એકસપ્રેસ અને 02947/02948 અમદાવાદ – પટના એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેનો ના સમયમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. જેની વિગતો નીચે મુજબ છેઃ

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદની 02933/02934 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ, 09165/09166 અમદાવાદ – દરભંગા સાબરમતી એક્સપ્રેસ, 09167/09168 અમદાવાદ – વારાણસી સાબરમતી એકસપ્રેસ અને 02947/02948 અમદાવાદ – પટના એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેનો ના સમયમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. જેની વિગતો નીચે મુજબ છેઃ

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

1. તારીખ 27 જાન્યુઆરી, 2021થી દરરોજ ટ્રેન નંબર 02934 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી સુપરફાસ્ટ એક્સપ્રેસ સ્પેશિયલ સવારે 04.55 વાગ્યે અમદાવાદથી ચાલીને 12.05 વાગ્યે મુંબઈ પહોચશે. વાપસીમાં ટ્રેન નંબર 02933 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ કર્ણાવતી સુપરફાસ્ટ એક્સપ્રેસ સ્પેશિયલ તારીખ 27 જાન્યુઆરી, 2021થી દરરોજ 14.05 વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી ચાલીને રાત્રે 21.05 વાગ્યે અમદાવાદ પહોંચશે.

2. ટ્રેન નંબર 09165 અમદાવાદ – દરભંગા સાબરમતી એક્સપ્રેસ સ્પેશિયલ તારીખ 27 જાન્યુઆરી, 2021થી આગામી સૂચના સુધી દર બુધવાર, શુક્રવાર અને રવિવારે રાત્રે 23.00 વાગ્યે અમદાવાદથી ચાલીને ત્રીજા દિવસે સાંજે 18.50 વાગ્યે દરભંગા પહોંચશે. વાપસીમાં ટ્રેન નંબર 09166 દરભંગા – અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ સ્પેશિયલ તારીખ 31 જાન્યુઆરી,2021થી દર સોમવાર, બુધવાર અને શનીવારે સવારે 04.37 વાગ્યે દરભંગાથી ચાલીને ત્રીજા દિવસે રાત્રે 01.10 વાગ્યે અમદાવાદ પહોંચશે.

3. ટ્રેન નંબર 09167 અમદાવાદ – વારાણસી સાબરમતી એકસપ્રેસ સ્પેશિયલ તારીખ 28 જાન્યુઆરી, 2021થી દર સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારે 23.00 વાગ્યે અમદાવાદથી ચાલીને ત્રીજા દિવસે સવારે 09.45 વાગ્યે વારાણસી પહોંચશે. વાપસીમાં ટ્રેન નંબર 09168 વારાણસી – અમદાવાદ સાબરમતી એકસપ્રેસ સ્પેશિયલ તારીખ 31 જાન્યુઆરી,2021થી દર મંગળવાર, ગુરુવાર, શુક્રવાર અને રવિવારે બપોરે 14.30 વાગ્યે વારાણસી થી ચાલીને ત્રીજા દિવસે રાત્રે 01.10 વાગ્યે અમદાવાદ પહોચશે.

4. ટ્રેન નંબર 02947 અમદાવાદ – પટના અજીમાબાદ દ્રિસાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ સ્પેશિયલ તારીખ 27 જાન્યુઆરી, 2021થી દર સોમવાર અને બુધવારે રાત્રે 21.50 વાગ્યે અમદાવાદથી ચાલીને ત્રીજા દિવસે 04.10 વાગ્યે પટના પહોચશે. વાપસીમાં ટ્રેન નંબર પટના – અમદાવાદ અજીમાબાદ દ્રિસાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ સ્પેશિયલ તારીખ 29 જાન્યુઆરી, 2021થી દર બુધવાર અને શુક્રવારે રાત્રે 23.45 વાગ્યે પટનાથી ચાલીને ત્રીજા દિવસે રાત્રે 03.50 વાગ્યે અમદાવાદ પહોંચશે.

Next Article