Breaking News : ઘુસણખોરી કરાવનારા લલ્લા બિહારીના કાળી કમાણીનો પર્દાફાશ, 4 પત્નીની પુછપરછ હાથ ધરાઇ, જુઓ Video

અમદાવાદનું મીની બાંગ્લાદેશ કહેવાતા ચંડોળા તળાવના વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યાં છે. જ્યારે ત્યાં ઘુસણખોરી કરીને વસવાટ કરતા બાંગ્લાદેશીઓને દેશમાંથી હાંકી કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે ચંડોળામાં બાંગ્લાદેશી ઘુસણખોરોને વસવાટ કરાવનાર લલ્લા બિહારી ફરતે ગાળિયો કસાયો છે.

Breaking News : ઘુસણખોરી કરાવનારા લલ્લા બિહારીના કાળી કમાણીનો પર્દાફાશ, 4 પત્નીની પુછપરછ હાથ ધરાઇ, જુઓ Video
Ahmedabad
| Edited By: | Updated on: May 02, 2025 | 2:15 PM

અમદાવાદનું મીની બાંગ્લાદેશ કહેવાતા ચંડોળા તળાવના વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યાં છે. જ્યારે ત્યાં ઘુસણખોરી કરીને વસવાટ કરતા બાંગ્લાદેશીઓને દેશમાંથી હાંકી કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે ચંડોળામાં બાંગ્લાદેશી ઘુસણખોરોને વસવાટ કરાવનાર લલ્લા બિહારી ફરતે ગાળિયો કસાયો છે.

ક્રાઈમ બ્રાન્ચે લલ્લા બિહારીની ચાર પત્નીઓના ઘર સહિત કુલ 5 સ્થળે તપાસનો ધમધમાટ બોલાવ્યો છે. જેમાં અનેક બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા છે. દરોડા દરમિયાન પોલીસને 9.50 લાખ રોકડ મળી આવી હતી. તેમજ સોનાના દાગીના અને રુપિયા ગણવાનું મળીન પણ મળી આવ્યું હતું.

લલ્લાની 4 પત્ની અને પુત્રવધુની તપાસ હાથ ધરી

પોલીસ દ્વારા લલ્લા બિહારીની પત્નીઓ અને પુત્રવધુઓની પૂછપરછ હાથ ધરાઈ છે.જેમાં લલ્લા બિહારીના સંભવિત આશ્રયસ્થાનો વિશે પણ પૂછપરછ કરાઈ છે. જે બાદ લલ્લા રાજસ્થાન કે ઉત્તર પ્રદેશ હોઈ શકે તે શંકાએ ત્યાં પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા લલ્લાના બેન્ક એકાઉન્ટની પણ તપાસ હાથ ધરાઈ છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર લલ્લા બિહારી કાળી કમાણી કરેલા રુપિયા પહેલી પત્નીના ઘરે રાખતો હતો. ચંડોળામાં ચાલતા ગેરકાયદે કામોમાંથી કરોડો રુપિયાની કમાણી થતી હતી. આ ઉપરાંત ગેરકાયદે દુકાન-મકાનના ભાડ, દેહ વ્યાપારમાંથી પણ અઢળક કમાણી કરી અન્ય ત્રણ પત્નીના ઘરે રુપિયા રાખતો હતો.

કુલ 5 જગ્યાએ હાથ ધરાયું હતું સર્ચ

લલ્લાની કાળી કમાણી પર નજર કરીએ તો લલ્લા બિહાર ચંડોળામાં ગેરકાયદે રહેવા વ્યક્તિદીઠ ₹3 થી 3.50 લાખ રુપિયા વસૂલતો હતો. બોગસ આધાર કાર્ડ માટે ₹1.50 થી 2 લાખ રુપિયા વસૂલતો હતો. ચંડોળામાં ગેરકાયદે વસવાટ માટે તમામ સુવિધા ઉપલબ્ધ કરાવતો. ચંડોળા ફાર્મ હાઉસમાંથી લેટર પેડ અને સહી સિક્કા પણ મળ્યા હોવાનો ખુલાસો થયો છે. ઝૂપડાંઓના માસિક ભાડા પેટે ₹5,000 રુપિયા વસૂલતો હતો. રિક્ષા અને વાહનોના પાર્કિંગના ₹20 થી 50 રુપિયા વસૂલતો હતો. ગેરકાયદે બોરના પાણી આપીને પણ દર મહિને કમાણી કરતો હતો. સૌથી મોટી કાળી કમાણી બાંગ્લાદેશી મહિલાઓના દેહવેપારના ધંધામાંથી કરતો હોવાનો ખુલાસો થયો છે. ગેરકાયદે પાર્ટી પ્લોટ ભાડે આપીને પણ લાખોની કમાણી કરતો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:38 pm, Fri, 2 May 25