Chanakya Niti : ધનિક બનવા માટે આ ગુણો હોવા જોઈએ, તમે પણ જાણો લો

|

Apr 15, 2021 | 1:21 PM

Chanakya Niti : ઘણા લોકો ધનવાન બનવા માટે સખત મહેનત કરે છે પરંતુ સફળતા મળતી નથી. ચાણક્ય નીતિ(Chanakya Niti)માં ધનિક કેવી રીતે બનવું તે દર્શાવવામાં આવ્યું છે

Chanakya Niti : ધનિક બનવા માટે આ ગુણો હોવા જોઈએ, તમે પણ જાણો લો
ફાઈલ ફોટો

Follow us on

આચાર્ય ચાણક્યની નીતિઓ વિશે વાંચતા અને સાંભળતા રહીએ છીએ, પરંતુ મોટાભાગના લોકો આ વાતનો અમલ નથી કરતા, ચાણક્ય નીતિ (Chanakya Niti) જીવન ધર્મ, શાંતિ અને શિક્ષણના દરેક પાસા વિશે શીખવવાનું કામ કરે છે, દરેક વ્યક્તિ સમૃદ્ધ ધનિક બનવાનું સ્વપ્ન જુએ છે. જેથી તે તેના સપના પૂરા કરી શકે.

ઘણા લોકો ધનવાન બનવા માટે સખત મહેનત કરે છે પરંતુ સફળતા મળતી નથી. ચાણક્ય નીતિ ધનિક બનવા વિશે જણાવે છે. આ સાથે, એવું કહેવામાં આવ્યું છે કે જે કેવા લોકોમાં ધનિક બનવાના ગુણો છે. ચાલો તેમના વિશે જાણીએ.

उपार्जितानां वित्तानां त्याग एव हि रक्षणाम्
तडागोदरसंस्थानां परीस्त्रव इवाम्भसाम्

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ચાણક્ય કહે છે કે ધનિક માણસ બનવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. તે કહે છે કે પહેલા વ્યક્તિને ખબર હોવી જોઇએ કે તેણે કેટલું ખર્ચ કરવું છે અને કેટલું બચાવવું છે. જો પૈસાનો યોગ્ય ઉપયોગ જાણીતો ન હોય તો તે વ્યક્તિને ગરીબ બનાવે છે. ચાણક્ય નીતિમાં જણાવાયું છે કે જો પૈસાનો સમયસર ઉપયોગ કરવામાં નહીં આવે તો તેનું મહત્વ સમાપ્ત થાય છે. જે લોકો બિનહિસાબી પૈસાનો ખર્ચ કરે છે તેમને બુદ્ધિહીન કહેવામાં આવે છે. મનુષ્યની બેદરકારીને લીધે તેને ઘણી વખત પૈસાની સમસ્યાનો સામનો કરવો પડે છે.

આચાર્ય ચાણક્ય કહે છે કે પૈસાના લેણદેણની બાબતમાં વ્યક્તિને શરમ ન કરવી જોઈએ. ઘણી વખત વ્યક્તિને શરમના કારણે પોતાના પૈસાથી વંચિત રહેવું પડે છે. જો જરૂરી હોય ત્યારે પણ શરમના કારણે પૈસા નહીં લેવા ના કારણે વ્યક્તિને આર્થિક નુકસાન થાય છે. આમ ગરીબી ધીમે ધીમે વ્યક્તિને ઘેરી લે છે. તેથી વ્યક્તિએ પૈસાની બાબતમાં પોતાનું વલણ સ્પષ્ટ રાખવું જોઈએ.

પૈસા પ્રત્યે લોભી હોવાને કારણે વ્યક્તિમાં અહંકાર થાય છે, જે લોકો પૈસાના લોભમાં મર્યાદાને વટાવે છે તે ક્યારેય સુખી થતા નથી. પૈસાના લોભથી વ્યક્તિનો અહંકાર પણ વધે છે. ચાણક્ય નીતિ મુજબ જીવનમાં જોખમ લેનારા લોકોને નિશ્ચિત સફળતા મળે છે. જોખમ લેનાર વ્યક્તિ ગભરાતો નથી, પરંતુ તેનો સામનો કરે છે.

શાસ્ત્રો અનુસાર વ્યક્તિએ તેના લક્ષ્ય વિશે જાણકારી હોઈ જોઈએ. જો વ્યક્તિનું લક્ષ્ય નિશ્ચિત ન હોય તો તેને સફળતા મળતી નથી. ચાણક્ય નીતિનું પાલન કરવવા વાળા લોકો કહે છે કે પૈસા સાથે જોડાયેલી વાતો કરેય શેયર કરવી ન જોઈએ

આચાર્ય ચાણક્યએ જણાવ્યું હતું કે માતા લક્ષ્મીનું મન ચંચળ છે. તેથી જ તે લાંબા સમય સુધી કોઈ એક વ્યક્તિ સાથે ટકતી નથી. તેથી વ્યક્તિએ પૈસાનો યોગ્ય ઉપયોગ અને યોગ્ય જગ્યાએ કરવો જોઈએ . ચાણક્ય કહે છે કે ખોટી રીતે મેળવેલા પૈસા લાંબા સમય સુધી ચાલે છે. આ પૈસા આગળ જતા વ્યક્તિને નુકસાન પહોંચાડે છે.

 

Next Article