Breaking News : ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ આજે જણાવ્યું કે, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સાત વર્ષની સજા થતાની સાથે જ ચૈચર વસાવાએ, તેમનું ધારાસભ્યપદ ગુમાવી દિધુ છે. આની સાથોસાથ આગામી 6 વર્ષ સુધી ચૈતર વસાવા કોઈ પણ ચૂંટણી નહીં લડી શકે.

Breaking News : ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
| Edited By: | Updated on: Jun 23, 2026 | 6:17 PM

નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે ફટકારેલી 7 વર્ષની સજાની સાથે જ ધારાસભ્ય પદ પણ ગુમાવ્યું હોવાનું ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ કહ્યું. તેમણે કહ્યુ કે, 2 વર્ષ કે તેનાથી વધુની સજા મળતા જ કોઈ પણ ધારાસભ્ય કે સાંસદ તેમનુ પદ ગુમાવી દે છે. કોર્ટે ફટકારેલ સજાને પડકારવાનો તેમને અધિકાર છે. પરંતુ જ્યા સુધી તેઓ આ સજાને પડકારતા કેસમાં રાહત ના મેળવે ત્યા સુધી તેઓ તેમનુ બંઘારણીય પદ ગુમાવી દે છે.

નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના લડાયક ધારાસભ્ય ચૈતર વસાવાને, વન વિભાગના સરકારી અધિકારી  પર હુમલો કરવા, સરકારી કામગીરી કરતા અટકાવવા સહીતની અન્ય કલમો હેઠળ નોંધાયેલા કેસમાં, આજે 23મી જૂનના રોજ, રાજપિપળા કોર્ટે, તકસીરવાન ઠરાવીને 7 વર્ષની સજા ફટકારી હતી. દેશના નવા બંધારણીય સુધારા અનુસાર, જે કોઈ ધારાસભ્ય કે સાંસદને 2 વર્ષ કે તેનાથી વઘુના વર્ષની સજા થાય તેની સાથે જ તેઓ ધારાસભ્યપદ કે સાંસદ પદ ગુમાવી દેતા હોય છે. જો કે કાયદાની જોગવાઈ મુજબ, ધારાસભ્ય કે સાંસદ તેમને થયેલી સજાને ઉપલી કોર્ટમાં પડકારી શકે છે. અને નીચલી કોર્ટે ફટકારેલ સજા સામે મનાઈ હુમક મેળવી શકે છે. જ્યા સુધી આ કાનુની કાર્યવાહી ના થાય ત્યા સુધી તેઓ તેમનું બંધારણીય પદ ગુમાવી દેતા હોય છે.

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ, આ અંગે વિગતે વાત કરતા કહ્યું કે, ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા મતવિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપિપળા કોર્ટે સાત વર્ષની સજા સંભળાવી છે. આથી બંધારણીય જોગવાઈ અને કાયદા મુજબ ચૈતર વસાવાએ, સજા થવાની સાથે જ ધારાસભ્યપદ ગુમાવી દીધુ છે. એટલું જ નહીં. નવા નિયમ અને કાયદા અનુસાર, ચૈતર વસાવા, આગામી 6 વર્ષ સુધી કોઈ પણ ચૂંટણી નહીં લડી શકે.

પૂર્ણેશ મોદીએ એક સવાલના જવાબમાં કહ્યું કે, ચૈતર વસાવાના કિસ્સામાં, જ્યા સુધી ઉપલી કોર્ટ આ સજા સામે કોઈ સ્ટે ના આપે ત્યા સુધી ધારાસભ્ય પદે ચૈતર વસાવા રહેતા નથી. રાજ્યના કાયદા વિભાગ દ્વારા આ અંગે વધુ કાર્યવાહી કરીને, ડેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારની ખાલી પડેલી જગ્યા અંગે કાર્યવાહી કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય-સાંસદને સજા અંગેના બંધારણીય સુધારા અને નવા નિયમ બાદ, ગુજરાતમાં ચૈતર વસાવાનો સૌ પ્રથમ કિસ્સો નોંધાયો છે. જેઓ ધારાસભ્યપદેથી ગેરલાયક ઠર્યા હોય.

 

Breaking News : ચૈતર વસાવાને 7 વર્ષની સજા બાદ ધારાસભ્ય પદ જોખમમાં, હાઇકોર્ટમાં કરશે પડકાર, જુઓ Video

Published On - 5:54 pm, Tue, 23 June 26

Follow Us
Loading...
Unable to load recommendations.