PM મોદીના બંંદોબસ્તમાં આપઘાત કરનારા PSIનો VIDEO આવ્યો સામે

|

Sep 17, 2019 | 2:35 PM

કેવડિયામાં વડાપ્રધાન મોદીના બંદોબસ્તમાં હાજર એક PSIએ આપઘાત કરતાં ખળભળાટ મચી ગયો છે. નિલેશ ફિણવીયા નામના PSIએ આપઘાત કરી લેતા પરિવારે આક્ષેપ કર્યો છે કે PSIને ઉપરી અધિકારી પરેશાન કરતાં હતા. ત્યારે PSIના આપઘાતના CCTV સામે આવ્યા છે. PSI નિલેશ ફિણવિયાનો આપઘાત પહેલાંનો અંતિમ વીડિયો સામે આવ્યો છે. પીએસઆઇ મિત્ર જોડેથી બંદૂક લે છે અને […]

PM મોદીના બંંદોબસ્તમાં આપઘાત કરનારા PSIનો VIDEO આવ્યો સામે

Follow us on

કેવડિયામાં વડાપ્રધાન મોદીના બંદોબસ્તમાં હાજર એક PSIએ આપઘાત કરતાં ખળભળાટ મચી ગયો છે. નિલેશ ફિણવીયા નામના PSIએ આપઘાત કરી લેતા પરિવારે આક્ષેપ કર્યો છે કે PSIને ઉપરી અધિકારી પરેશાન કરતાં હતા. ત્યારે PSIના આપઘાતના CCTV સામે આવ્યા છે. PSI નિલેશ ફિણવિયાનો આપઘાત પહેલાંનો અંતિમ વીડિયો સામે આવ્યો છે. પીએસઆઇ મિત્ર જોડેથી બંદૂક લે છે અને મિત્રોથી થોડે દૂર જઇ જાતે ગોળી મારી લે છે.

આ પણ વાંચો: નવા ટ્રાફિક નિયમ બાદ ગુજરાતમાં દંડ ભરવામાં અમદાવાદ શહેર નંબર 1, જાણો વિગતો

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

આત્મહત્યા બાદ એક સુસાઈડ નોટ મળી આવી હતી, જે પરિવારને આપવામાં આવી ન હતી તેવો આક્ષેપ મૃતકના પરિવારજનો કરી રહ્યાં છે. પરિવારજનોનો સવાલ છે કે સુસાઈડ નોટ કોણે ગાયબ કરી તે ચર્ચાનો વિષય છે. પરિવારે ચિમકી ઉચ્ચારી છે કે સુસાઈડ નોટ નહીં બતાવવામાં આવે તો મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે બંદોબસ્તમાં હાજર PSI નિલેશ ફિણવીયાએ સાથી પીએસઆઈ પાસેથી “ફોટો પાડવો છે” તેમ કહીને બંદૂક માગી અને પોતાના કપાળ પર ગોળી મારી દીધી હતી. નવસારી જિલ્લા પોલીસ કચેરીની રીડર બ્રાંચમાં બજાવતા આ પીએસઆઈ કેવડિયામાં VVIP સર્કિટ હાઉસ ખાતે બંદોબસ્તમાં હાજર હતા. તે દરમિયાન તેમણે આ કરુણ ઘટનાને અંજામ આપ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

નિલેશ ફિણવીયા 2013ની બેન્ચના પીએસઆઈ હતા. અને સસ્પેન્ડ થયા બાદ 5 દિવસ પહેલા જ નોકરી પર આવ્યા હતા. તેમના આપઘાતથી પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. ચર્ચા એવી ચાલી રહી છે કે ઉપરી અધિકારીના ત્રાસથી તેમને જીવન ટૂંકાવ્યાની આશંકા છે. ફિણવીયાને બે વખત સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:31 pm, Tue, 17 September 19

Next Article