સુરતમાં બેંક બહાર થઈ રૂપિયા 20 લાખની લૂંટ, જુઓ CCTV

|

Sep 17, 2019 | 11:06 AM

સુરતના ચોકબજાર વિસ્તારમાં 20 લાખ રૂપિયાની લૂંટ થતા ચકચાર મચી ગઈ છે. ચોકબજાર વિસ્તારમાં આવેલી SBI બેંક બહાર આ ઘટના બની હતી. એક ખાનગી કંપનીની કાર બેંકમાં રૂપિયા લઈને આવી હતી તે દરમિયાન લૂંટારૂઓએ લૂંટને અંજામ આપ્યો હતો. રીક્ષામાં આવેલા શખ્સોએ કારના ડ્રાઈવરને કહ્યું કે, પાછળ કોઈ વસ્તુ પડી ગઈ છે. આ પણ વાંચો: 6 […]

સુરતમાં બેંક બહાર થઈ રૂપિયા 20 લાખની લૂંટ, જુઓ CCTV

Follow us on

સુરતના ચોકબજાર વિસ્તારમાં 20 લાખ રૂપિયાની લૂંટ થતા ચકચાર મચી ગઈ છે. ચોકબજાર વિસ્તારમાં આવેલી SBI બેંક બહાર આ ઘટના બની હતી. એક ખાનગી કંપનીની કાર બેંકમાં રૂપિયા લઈને આવી હતી તે દરમિયાન લૂંટારૂઓએ લૂંટને અંજામ આપ્યો હતો. રીક્ષામાં આવેલા શખ્સોએ કારના ડ્રાઈવરને કહ્યું કે, પાછળ કોઈ વસ્તુ પડી ગઈ છે.

આ પણ વાંચો: 6 કરોડ PF ખાતાધારકો માટે આવ્યા સારા સમાચાર, શ્રમ મંત્રાલયની નવી જાહેરાત

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જેવો કાર ડ્રાઈવર કાર છોડીને વસ્તુ શોધવા ઉતર્યો કે લૂંટારૂઓ કારમાંથી રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા. મહત્વનું છે કે જે કંપનીની કારમાંથી રૂપિયા ભરેલી બેગની લૂંટ કરાઈ છે તે કંપની બેંકોમાં રૂપિયા લાવવા લઈ જવાનું કામ કરે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેમના સુરક્ષા કર્મી સાથે સુરક્ષા અને ચોરીની ઘટનાને રોકવા બંધૂક પણ હોય છે. તેમ છતા લૂંટારૂઓ લૂંટને અંજામ આપવામાં સફળ થઈ ગયા. જોકે આ સમગ્ર ઘટના અંગે જાણ થતા પોલીસ અને ક્રાઈમબ્રાંચની ટીમ સ્થળ પર દોડી આવી હતી. હાલ CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article