ગુજરાતમાં યુવાનોમાં વધી રહ્યા છે હદયરોગના કેસો, જાણો કેવી રીતે કરી શકાય છે બચાવ

|

Sep 29, 2021 | 2:41 PM

ગુજરાતમાં  યુવાનોમાં વધી રહેલા હદય રોગના કેસો માટે અનેક કારણો જવાબદાર છે. ત્યારે આવો આપણે જાણીએ હદયરોગથી કેવી રીતે બચી શકાય છે.

ગુજરાતમાં યુવાનોમાં વધી રહ્યા છે હદયરોગના કેસો, જાણો કેવી રીતે કરી શકાય છે બચાવ
Cases of heart disease are increasing among the youth in Gujarat know how to prevent it

Follow us on

ગુજરાતમાં(Gujarat)  યુવાનોમાં હ્રદય રોગના( Heart Disease)  કેસોમાં ભયજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલના ડૉ.જયલ શાહ ઉમેરે છે કે, એક અભ્યાસ પ્રમાણે 90 ના દશકમાં જોવા મળતા હાર્ટ અટેકના પ્રમાણ કરતા છેલ્લા 10 વર્ષમાં 40 થી ઓછી વયજૂથના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ 20 ટકા જેટલું વધ્યું છે.

તેમના જણાવ્યા અનુસાર અગાઉ 50 થી 60ની વયજૂથના લોકોમાં જ હાર્ટ એટેકના કિસ્સા વધુ જોવા મળતા હતા. પરંતુ હાલ 30 થી 40 ની વયજૂથના યુવાનોમાં પણ હાર્ટ અટેકના કિસ્સા જોવા મળી રહ્યા છે.

આ છે હાર્ટ એટેકના કારણો
– સ્ટ્રેસ
– આલ્કોહોલનું સેવન
– ધુમ્રપાન
– ઝડપી જીવનશૈલી
– ચિંતા
-ખોરાકની અનિયમિતતા
– મેદસ્વીપણુ,
-અપૂરતી ઉંધ

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આપણે જોયું છે  ગુજરાતમાં  યુવાનોમાં વધી રહેલા હદય રોગના કેસો માટે આ કારણો જવાબદાર છે. ત્યારે આવો આપણે જાણીએ હદયરોગથી કેવી રીતે બચી શકાય છે. જો તમે આકસ્મિક હદય રોગથી  બચવા માંગો છો. તો આ બાબતો પર ખાસ ધ્યાન આપો.

હદય રોગથી બચવાના ઉપાયો

-શારીરિક શ્રમ
-ધુમ્રપાન છોડો
-આરોગ્યપ્રદ ખોરાક લો
-પૂરતી ઉંધ લો
-શાકભાજી અને ફળોનો વપરાશ વધારો
-નિયમિત વ્યાયામ કરો
-દરરોજ ચાર કિલોમીટર ચાલવું
-ખાવામાં સોલ્ટ(મીઠું)નું પ્રમાણ ઘટાડો
-સ્વીટ અને ફરસાણ ખાવાનું ઘટાડો
-બ્લડ પ્રેશર અને ગ્લુકોઝ લેવલ જાળવવું
-ચરબીયુક્ત ખોરાક ઘટાડો
-તેલ-ધીનો વપરાશ ઘટાડો

શારીરિક શ્રમ

સામાન્ય રીતે આજની લાઇફ સ્ટાઈલમાં આપણે શારીરિક શ્રમનું મહત્વ ભૂલી રહ્યા છે. તેવા સમયે હ્રદયને સ્વસ્થ રાખવા માટે શારીરિક શ્રમ મહત્વનું છે. જેની માટે નિયમિત પણે ચાર કિલોમીટર ચાલવું જોઇએ.

આરોગ્યપ્રદ ખોરાક લો

આ ઉપરાંત આપણે ખોરાકમાં પણ એટલું જ ધ્યાન રાખવાની જરૂર છે. જેમાં આપણે ધી-તેલ અને ચરબીવાળા ખોરાકને ઓછો કરવાની જરૂર છે. તેમજ ખોરાકના શાકભાજી અને કઠોળનો ઉપયોગ પણ વધારવો જોઇએ. તેમજ ખોરાકના મીઠાનું પ્રમાણ પણ 6 ગ્રામથી વધવું ના જોઇએ. તેમજ આપણે ભૂખ કરતાં ઓછું ખાવાનો આગ્રહ રાખવો જોઇએ.

હાલ જોવા જઇએ સામાન્ય રીતે નાની ઉંમરે લોકોના હ્રદય રોગનું પ્રમાણ વધી રહ્યું છે. જેના પગલે ઝડપથી જીવનશૈલીમાં બદલાવ કરવામાં આવે તો આપણે આ રોગથી બચી શકીએ છીએ.

આ પણ વાંચો : ગુજરાતના નવનિયુક્ત મંત્રીઓ ગુરુવારથી જન આશીર્વાદ યાત્રાના માધ્યમથી લોકસંપર્ક કરશે

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં પડશે અતિભારે વરસાદ

Next Article