Car Tips: ગરમીની સિઝનમાં આ રીતે રાખો તમારી કારને COOL, નહિ રાખવું પડે AC Full

|

Apr 18, 2021 | 5:34 PM

ઘણી વખત એર કન્ડીશનર ચલાવ્યા પછી પણ ગરમી ખૂબ જ વધી જાય છે, આવી સ્થિતિમાં, કારની કેબીનમાં બેસી શકાતું નથી. જો ઉનાળાની સિઝનમાં તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો.....

Car Tips: ગરમીની સિઝનમાં આ રીતે રાખો તમારી કારને COOL, નહિ રાખવું પડે AC Full

Follow us on

આકરા ઉનાળાની સીઝન શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, કારના ડ્રાઇવરો ઘણી વખત સખત ગરમીના લીધે મુશ્કેલી અનુભવે છે. ચાલો તમને જણાવી દઈએ કે કારના આંતરિક ભાગની સામગ્રીને કારણે, ઘણી વખત એર કન્ડીશનર ચલાવ્યા પછી પણ ગરમી ખૂબ જ વધી જાય છે, આવી સ્થિતિમાં, કારની કેબીનમાં બેસી શકાતું નથી. જો ઉનાળાની સિઝનમાં તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો આજે અમે તમને કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ આપી રહ્યા છીએ, જેના પગલે તમે ઉનાળાની ઋતુમાં તમારી કારને ઠંડી રાખી શકો.

સીટ કવર
કારના સીટ કવરની સહાયથી, તમે કેબીનનું તાપમાન ઓછું રાખી શકો છો. ખરેખર કાળા રંગનું સીટ કવર સરળતાથી ગરમ થાય છે. આવી સ્થિતિમાં, જો તમે સફેદ રંગના સીટ કવરનો ઉપયોગ કરો છો, તો પછી કેબિનનું તાપમાન નિયંત્રણમાં રહે છે અને તમારે સંપૂર્ણ ગતિએ એર કંડિશનર ચલાવવાની જરૂર પણ રહેતી નથી.

મેટિંગ
કારના ડેશ બોર્ડનો રંગ સામાન્ય રીતે કાળો હોય છે. આવી સ્થિતિમાં, જો તમે હળવા રંગની મેટિંગનો ઉપયોગ કરો છો, તો પછી ડેશ બોર્ડથી આવતી ગરમી ઓછી થઈ શકે છે, સાથે સાથે તે એકદમ આકર્ષક લાગે છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

કાર શેડ
કારમાં બેસતી વખતે તમે કાર શેડનો ઉપયોગ કરી શકો છો, આ કારના કાચ (Glass) પર લગાવવામાં આવે છે જેથી સૂર્યપ્રકાશ ન આવે અને કારના કેબિનનું તાપમાન વધે નહીં.

ટીન્ટેડ ગ્લાસ
કેટલીક કારોમાં, ટીન્ટેડ ગ્લાસ અગાઉથી ઓફર કરવામાં આવી શકે છે અને તમે તેને બહારથી પણ એસેંબલ કરવી શકો છો.તેમ છતાં તે જાણવું ખુબજ જરૂરી છે કે જો તેની વિઝિબિલિટી ઘણી ઓછી હશે તો તમારે કાયદેસર રીતે ઊંચો દંડ પણ ભરવો પડી શકે છે. આ ગ્લાસને તડકાને અંદર આવવાથી રોકે છે.

આમ જયારે આકરા ઉનાળાની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આવી  સ્થિતિમાં, કારના ડ્રાઇવરો ઘણી વખત સખત ગરમીના લીધે મુશ્કેલી અનુભવે છે. તે કદાચ ઘણો હળવો થઈ શકે છે.  ઉપર આપણે જણાવ્યુ કે  કારના આંતરિક ભાગની સામગ્રીને કારણે, ઘણી વખત એર કન્ડીશનર ચલાવ્યા પછી પણ ગરમી ખૂબ જ વધી જાય છે, આવી સ્થિતિમાં, કારની કેબીનમાં બેસી શકાતું નથી. તો આ ટિપ્સ અપનાવીને આપ ગરમીમાં પણ ઘણી રાહત મેળવી શકો છો. આ  મહત્વપૂર્ણ ટીપ્સ ના લીધે આપ જરૂર ઉનાળાની ઋતુમાં તમારી કારને ઠંડી રાખી શકશો.

Next Article