ઝઘડીયા જીઆઈડીસીમાં ઘુસી આવેલા દિપડાને પકડવા વન વિભાગે ગોઠવ્યા પાંજરા

|

Sep 18, 2020 | 7:23 PM

  ભરૂચના ઝઘડીયા જીઆઈડીસીમાં દિપડો આવી ચડ્યો છે. જીઆઈડીસી અને તેની આસપાસ, દિપડો ફરતો હોવાથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે. માનવ વસાહતની વચ્ચે આવી ચડેલા, દિપડાને પકડવા વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ અને આસપાસના આદીવાસી વિસ્તારમાં, છેલ્લા 10 વર્ષમાં દિપડાની સંખ્યા ખુબ જ વધી ગઈ છે. અને અવારનવાર માનવ વસાહતમાં આવી ચડે છે. Web […]

ઝઘડીયા જીઆઈડીસીમાં ઘુસી આવેલા દિપડાને પકડવા વન વિભાગે ગોઠવ્યા પાંજરા

Follow us on

 

ભરૂચના ઝઘડીયા જીઆઈડીસીમાં દિપડો આવી ચડ્યો છે. જીઆઈડીસી અને તેની આસપાસ, દિપડો ફરતો હોવાથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે. માનવ વસાહતની વચ્ચે આવી ચડેલા, દિપડાને પકડવા વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ અને આસપાસના આદીવાસી વિસ્તારમાં, છેલ્લા 10 વર્ષમાં દિપડાની સંખ્યા ખુબ જ વધી ગઈ છે. અને અવારનવાર માનવ વસાહતમાં આવી ચડે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

એક ખાનગી કંપનીના, કમ્પાઉન્ડ દિવાલ ઉપર ચડેલા,  દીપડાને એક સ્થાનિકે કેમેરામાં કેદ કરી વાઇરલ કર્યો હતો. આ વિસ્તારમાં, બે- ત્રણ દિવસથી, દીપડો નજરે પડતો હોવાની, ફરિયાદ મળતાં વનવિભાગે, પાંજરા ગોઠવી દીપડાને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે.

જીઆઈડીસીમાં આવેલ ઉદ્યોગોમાં, રોજગારી માટે દરરોજ મોટી સંખ્યામાં લોકો, અવરજવર કરે છે. જયારે જીઆઇડીસીની આસપાસ. મોટી વસ્તી ધરાવતા ગામડાઓ પણ આવેલા છે. દીપડાએ નજીકના સમયગાળામાં એક બકરાનો શિકાર પણ કર્યો હોવાની માહિતી મળી છે.

આ પણ વાંચોઃગુજરાતનું ગૌરવઃ વિશ્વના મહાન ક્રિકેટરને તેમના જન્મદિવસે ICCએ ટ્વીટ કરી કર્યા યાદ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 6:18 am, Thu, 10 September 20

Next Article