ભૂપેન્દ્ર પટેલના વિસ્તરણ થનારા મંત્રીમંડળમાં કોના ફટાકડા ફુટશે ? કોના હવાઈ જશે ?

2014 માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે, ત્યારથી ગુજરાતમાં સત્તાસ્થાન ઉપર ભાજપ જરૂર આરુઢ થયું છે. પરંતુ સરકારો રાતોરાત બદલાઈ ગઈ છે. 2014 બાદ આનંદીબહેન પટેલ મુખ્ય પ્રધાન બન્યા હતા. ત્યાર બાદ વિજય રૂપાણીના નેતૃત્વમાં ભાજપે વધુ એક સરકાર રચી. ત્યાર બાદ, વિજય રૂપાણી સરકારના તમામે તમામ પ્રધાનોને પડતા મુકીને નવેસરથી ભૂપેન્દ્ર પટેલની સરકાર રચવામાં આવી છે. હવે ભૂપેન્દ્ર પટેલ સરકારનું વિસ્તરણ કરવાની વાતો રાજકીય ક્ષેત્રે ખૂબ જોરશોરથી ચાલી રહી છે.

ભૂપેન્દ્ર પટેલના વિસ્તરણ થનારા મંત્રીમંડળમાં કોના ફટાકડા ફુટશે ? કોના હવાઈ જશે ?
| Edited By: | Updated on: Oct 15, 2025 | 3:57 PM

ગુજરાતમાં સરકાર દ્વારા યોજાઈ રહેલ વિકાસ સપ્તાહ આજે પૂર્ણ થયું છે. આની સાથે જ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના વિસ્તરણના સમાચારે વેગ પકડ્યો છે. ઠેર ઠેર ગુજરાત સરકારના વિસ્તરણની વાતો થઈ રહી છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે, દિવાળી પૂર્વે રાજ્ય પ્રધાનમંડળનું વિસ્તરણ થઈ શકે છે.

નરેન્દ્ર મોદી 2001માં ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં મુખ્યપ્રધાન બન્યાના 24 વર્ષની ઉજવણીના ભાગરૂપે, ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી શરૂ કરી હતી. આ વિકાસ સપ્તાહ આજે પૂર્ણ થયું છે. વિકાસ સપ્તાહ પૂર્ણ થવાની સાથે જ ગુજરાતમાં નવા પ્રધાનમંડળની રચનાને લઈને રાજકીય ઉત્તેજના ફેલાઈ છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ત્રણ દિવસ પૂર્વે જ રાતોરાત દિલ્હી દરબારમાં હાજર થયા હતા. આ દિવસથી ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના વિસ્તરણની વાતોને હવા મળી હતી. જે હવે વંટોળ સ્વરૂપે સમગ્ર રાજ્યમાં ફુંકાઈ રહી છે.

મંત્રીમંડળના વિસ્તાર ટૂંક સમયમાં જ યોજાઈ શકે છે. આ વાતને સાચી ઠેરવી શકે તેવો એક બનાવ એ બન્યો છે કે, ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય તેમનો નિર્ધારિત પ્રવાસ ટુંકાવીને ગુજરાત પરત આવી રહ્યાં છે. રાજ્યપાલ દેવવ્રત આચાર્ય આજે મોડી રાત સુધીમાં ગુજરાતના પાટનગર ગાંધીનગર પરત આવી જશે. જો કે હજુ સુધી, ગુજરાતમાં ભાજપ શાસિત ભૂપેન્દ્ર પટેલ સરકારના વિસ્તરણ કે નવા મંત્રીમંડળની શપથવિધીની તારીખને લઈ સત્તાવાર કોઈ સ્પષ્ટતા થઈ નથી. જે વાત ચાલી રહી છે તે, રાજકીય સૂત્રો અને નવા પ્રધાનમંડળમાં પ્રધાન બનવા ઈચ્છુક નેતાઓના નજીકના વર્તુળોમાંથી સામે આવી રહી છે.

ગુજરાત એ ભાજપનો ગઢ માનવામાં આવે છે. ગુજરાતમાં 1995થી સતત ભાજપ સત્તાસ્થાને છે. 2001મા નરેન્દ્ર મોદીએ ગુજરાતની ધૂરા સંભાળી હતી. પરંતુ  2014 માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે, ત્યારથી ગુજરાતમાં સત્તાસ્થાન ઉપર ભાજપ જરૂર આરુઢ થયું છે. પરંતુ સરકારો રાતોરાત બદલાઈ ગઈ છે. 2014 બાદ આનંદીબહેન પટેલ મુખ્ય પ્રધાન બન્યા હતા. ત્યાર બાદ વિજય રૂપાણીના નેતૃત્વમાં ભાજપે વધુ એક સરકાર રચી. ત્યાર બાદ, વિજય રૂપાણી સરકારના તમામે તમામ પ્રધાનોને પડતા મુકીને નવેસરથી ભૂપેન્દ્ર પટેલની સરકાર રચવામાં આવી છે. હવે ભૂપેન્દ્ર પટેલ સરકારનું વિસ્તરણ કરવાની વાતો રાજકીય ક્ષેત્રે ખૂબ જોરશોરથી ચાલી રહી છે.

આ પણ વાંચોઃ દિવાળી પહેલા ગુજરાતમાં ફુટશે રાજકીય ફટાકડા, વધુ એકવાર ભાજપ રચશે નવું મંત્રીમંડળ

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો