BANASKANTHA:સેરોગેસી માતા બનાવી ગર્ભ પ્રત્યારોપણ પદ્ધતિથી થશે કાંકરેજી ગાયનું સંવર્ધન

|

Jul 23, 2021 | 11:43 AM

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના વૈજ્ઞાનિકો દ્વારા સારી ઓલાદની કાંકરેજી ગાય, કે જે દિવસનું 20 થી 25 લીટર દૂધ આપે છે, તેના ગર્ભમાં સારા બળદ પાસે ગર્ભ તૈયાર કરાવી તે અંડાશય દેશી કાંકરેજી ગાયના ગર્ભમાં મુકવામાં આવશે.

BANASKANTHA:સેરોગેસી માતા બનાવી ગર્ભ પ્રત્યારોપણ પદ્ધતિથી થશે કાંકરેજી ગાયનું સંવર્ધન
BANASKANTHA: Breeding of Kankreji cows will be done by surrogacy mother making embryo transplant method

Follow us on

BANASKANTHA: દેશી કાંકરેજી ગાય (Kankreji cow) હવે 20 થી વધુ લીટર દૂધ આપતા બચ્ચાને જન્મ આપશે. મોટાભાગે લોકો ગાય દૂધ ઓછું આપતી હોવાથી તેનો ઉછેર કરતા નથી. લોકો દેશી કાંકરેજી ગાયનો ઉછેર કરતા થાય તે માટે ગર્ભ પ્રત્યારોપણ પધ્ધતિ (embryo transplant method) ની મદદથી હવે દેશી અને ઓછું દૂધ આપતી કાંકરેજી ગાય સેરોગેસી માતા (surrogacy mother) બનશે. સારી ઓલાદની ગાયના ગર્ભમાં અંડાશય તૈયાર કરી દેશી કાંકરેજી ગાયના ગર્ભમાં તે ગર્ભ મૂકી સારી ઓલદની દેશી કાંકરેજી ગાય તૈયાર કરવામાં આવશે. જેનો પ્રથમ પ્રયોગ બનાસ ડેરી (Banas Dairy)એ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (National Dairy Development Board)ના વૈજ્ઞાનિકો સાથે મળી કામગીરી હાથધરી છે.

NDDB ના વૈજ્ઞાનિક કરી રહ્યા છે દેશી કાંકરેજી ગાયના સંવર્ધન માટે કામ
દેશી ગાયની ઘટતી સંખ્યાનું સૌથી મોટું કારણ તેનું ઓછું દૂધ છે. બનાસકાંઠા (BANASKANTHA)ની પ્રખ્યાત કાંકરેજી ગાય (Kankreji cow) હવે ઓછી થઈ છે. લોકો દેશી ગાયનો ઉછેર અને પાલનપોષણ કરતા થાય તે માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ સાથે મળી બનાસ ડેરીએ કાંકરેજી ગાયની ઉચ્ચત્તમ બ્રિડ તૈયાર કરવાની કામગીરી હાથધરી છે. જે મામલે નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડના વૈજ્ઞાનિક સિધ્ધાર્થ રોય જણાવ્યું હતું કે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજી ની મદદથી સારી ઓલાદની કાંકરેજી ગાય પેદા થશે.

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના વૈજ્ઞાનિકો દ્વારા સારી ઓલાદની કાંકરેજી ગાય, કે જે દિવસનું 20 થી 25 લીટર દૂધ આપે છે, તેના ગર્ભમાં સારા બળદ પાસે ગર્ભ તૈયાર કરાવી તે અંડાશય દેશી કાંકરેજી ગાયના ગર્ભમાં મુકવામાં આવશે. જેથી ઓછું દૂધ આપતી ગાયના ગર્ભમાં 20 લીટરથી વધુ દૂધ આપતું બાળક પેદા થશે. બનાસકાંઠાની દેશી કાંકરેજી ગાય આ પદ્ધતિના ઉપયોગ થકી સારૂ દૂધ આપતી થશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

BANASKANTHA: Breeding of Kankreji cows will be done by surrogacy mother making embryo transplant method

બનાસની ઓળખ સમાન દેશી કાંકરેજી ગાયનું સંવર્ધન કરવું જરૂરી : શંકર ચૌધરી
દેશી કાંકરેજી ગાય (Kankreji cow) બનાસકાંઠાની ઓળખ છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી ઓછું દૂધ આપતી હોવાથી દેશી કાંકરેજ ગાય લોકો રાખતા નથી. જે મામલે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી (Shankar Chaudhary)એ જણાવ્યું હતું કે લોકો દેશી કાંકરેજ ગાયનો ઉછેર કરતા થાય તે માટે બનાસ ડેરીએ ઉચ્ચ ગુણવત્તાવાળી દેશી કાંકરેજી ગાયના સંવર્ધન કરવાની કામગીરી હાથધરી છે.

સેરોગેસી માતા બનશે બનાસકાંઠા ની દેશી કાંકરેજી ગાય
દેશી અને ઓછું દૂધ આપતી ગાય હવે સેરોગેસી માતા બનશે. સારી ઓલાદની ગાયમાં તૈયાર થયેલો ગર્ભ દેશી ગાયના ગર્ભમાં વિકસિત થશે. જેથી દેશી ગાય કે, જે ઓછું દૂધ આપે છે પરંતુ તેના થકી આ ટેકનોલોજીથી પેદા થયેલી ઓલાદ ગુણવત્તાસભર અને વધુ દૂધ આપતી થશે. જેથી દેશી કાંકરેજી ગાયનું સંવર્ધન ઝડપી બનશે. પશુપાલકો દેશી કાંકરેજી ગાય વધુ પ્રમાણમાં રાખતા થશે.

Published On - 11:43 am, Fri, 23 July 21

Next Article