
સમાજવાદી પાર્ટીએ રાજ્યસભા માટે 2 નામ જાહેર કર્યા હતા. સમાજવાદી પાર્ટી તરફથી ધનરાજ નથવાણી ચૂંટણી લડશે.ધનરાજ નથવાણી પરિમલ નથવાણીના પુત્ર છે.અખિલેશ યાદવ અને રામગોપાલ યાદવની ઉપસ્થિતીમાં ફોર્મ ભર્યું હતુ.ધનરાજ નથવાણી ગુજરાત ક્રિકેટ એસોસિએશનનાં પ્રેસિડેન્ટ છે. તો પિતા પરિમલ નથવાણી ઝારખંડથી રાજ્યસભાના સાંસદ છે.
ધનરાજ નથવાણી ઉદ્યોગ જગત અને ક્રિકેટ વહીવટમાં જોડાયેલું ચર્ચિત નામ છે. ધનરાજ નથવાણી રિલાયન્સ ગ્રુપ સાથે સંકળાયેલા રહ્યા છે અને ક્રિકેટ વહીવટમાં પણ મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે. એવું પણ કહેવામાં આવે છે કે, ધનરાજ નથવાણી અંબાણી પરિવારની ખુબ નજીક છે.
ધનરાજ નથવાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વરિષ્ઠ અધિકારી અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીનો દીકરો છે.તેનો જન્મ 5 ફેબ્રુઆરી 1986ના રોજ થયો હતો. તેમણે લંડનની Regents Business School થી International Businessનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ Corporate Law અને Public Relations Managementમાં MBA કર્યું છે. કોર્પોરેટ ક્ષેત્રમાં ધનરાજ નથવાણીનું કનેક્શન રિલાયન્સના સમુહ સાથે રહ્યું છે. આ સાથે રમત અને સીએસઆર તેમજ સામાજિક ગતિવિધીઓ સાથે જોડાઈ રહ્યું છે.
ધનરાજ નથવાણી લાંબા સમયથી ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા છે. 2019માં, તેઓ GCAના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ, નવેમ્બર 2022 માં, તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ક્રિકેટ વહીવટમાં તેમની ભૂમિકા દરમિયાન, તેઓ ગુજરાતમાં ક્રિકેટ માળખાગત સુવિધાઓ અને રમતગમત પ્રવૃત્તિઓ સંબંધિત વિવિધ પહેલોમાં સક્રિયપણે સામેલ હતા.
ધનરાજ નથવાણીની જાહેર પ્રોફાઇલ મુખ્યત્વે ત્રણ ક્ષેત્રો સાથે સંકળાયેલી રહી છે: કોર્પોરેટ ક્ષેત્ર, ક્રિકેટ વહીવટ અને સામાજિક પ્રવૃત્તિઓ.ધનરાજ નથવાણી રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના પુત્ર છે .જેઓ પણ રિલાયન્સ ગ્રુપ સાથે જોડાયેલા છે અને ઝારખંડથી રાજ્યસભાના સાંસદ છે.પરિમલ નથવાણી 2016 માં ઝારખંડથી રાજ્યસભામાં ફરીથી ચૂંટાયા હતા અને હાલમાં રાજ્યસભા સભ્ય તરીકે સેવા આપે છે. ધનરાજ નથવાણીનો ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે પણ લાંબો સંબંધ રહ્યો છે. 2019 માં GCA ના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા બાદ, તેમણે પ્રમુખની ભૂમિકા સંભાળી.