
વંદે ભારત દેશની સૌથી ઝડપી ટ્રેન છે, પરંતુ તેનું નવીનતમ વર્ઝન 2027 માં લોન્ચ થવાનું છે, રેલવે મંત્રાલયનો દાવો કર્યો છે કે આ ટ્રેન 250 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. રેલવે તરફથી મળેલી માહિતી મુજબ, વંદે ભારતનું વર્ઝન 4.0, આગામી 2027ના વર્ષમાં લોન્ચ કરવામાં આવશે.
હવે, 2027 માં વંદે ભારતનું વધુ અદ્યતન વર્ઝન 4.0 લોન્ચ કરવાની યોજના છે. રેલવે નિષ્ણાત સુધાંશુ મણિએ TV9 ડિજિટલને જણાવ્યું હતું કે, વંદે ભારત ટ્રેનનું 4.0 વર્ઝન, 250 કિલોમીટરની ઝડપે ટ્રેક પર દોડશે. જો કે વંદે ભારતના વર્ઝન -4ની ઝડપ વધારીને 350 કિલોમીટર સુધી વધારવાની તૈયારીઓ ચાલી રહી છે. વંદે ભારત 4.0 વર્ઝનમાં કવચ 5.0 ની જેમ ગુણવત્તાના ધોરણોમાં સુધારો થશે અને તે 350 કિલોમીટર પ્રતિ કલાકની હાઇ-સ્પીડ ગતિ સુધી પહોંચશે.
15 ફેબ્રુઆરી, 2019 ના રોજ દેશમાં વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ, 30 સપ્ટેમ્બર, 2022 ના રોજ વંદે ભારતનું 2.0 વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું હતું. વંદે ભારતનું 3.0 વર્ઝન 2025 માં રજૂ થયું. વંદે ભારત સ્લીપર 2026 માં લોન્ચ કરવામાં આવશે. વંદે ભારત ટ્રેને ભારતમાં આંતર-શહેર રેલ ગતિશીલતાને આધુનિક બનાવી છે.
વંદે ભારત સ્વદેશી રીતે ડિઝાઇન કરેલી સેમી-હાઇ-સ્પીડ ટ્રેનો તરફ ભારતનું વલણ દર્શાવે છે, જે ગતિ, સલામતી અને આરામ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે ‘કવચ’ જેવી આધુનિક સલામતી પ્રણાલીઓ, ઊર્જા બચત તકનીક સાથે, પ્રીમિયમ રેલ મુસાફરીમાં મુસાફરોનો વિશ્વાસ વધારી રહી છે.
વંદે ભારત સ્લીપર ટ્રેનની રજૂઆતથી લાંબા અંતરની રાત્રિ મુસાફરી માટે સેવાઓમાં વધારો થશે, મુસાફરો અને ટ્રેન સ્ટાફને વધુ સારી આરામ મળશે.
નોંધનીય છે કે હાલમાં, ભારતમાં 164 વંદે ભારત ટ્રેનો (બંને સેવાઓ સહિત) રેલવે ટ્રેક પર દોડી રહી છે, જે દેશના ઘણા મોટા શહેરોને જોડે છે અને મુસાફરોને ઝડપી, સલામત મુસાફરીનો અનુભવ પ્રદાન કરે છે.