Breaking News : સુરતથી ઉદેપુર વચ્ચે 2 ઓક્ટોબરથી દોડશે વંદેભારત, 7.5 કલાકમાં કાપશે 530 કિ.મી.નુ અંતર, અમદાવાદના કાલુપુરમાં નહીં, રસ્તામાં આટલા સ્ટેશને ઊભી રહેશે
દક્ષિણ ગુજરાતના સુરત અને રાજસ્થાનના ઉદેપુર વચ્ચેના 530 કિલોમીટરનું અંતર હવે માત્ર 7.5 કલાકમાં જ કાપી શકાશે. પશ્ચિમ રેલવે દ્વારા આગામી 2 ઓક્ટોબરથી સુરત-ઉદેપુર વચ્ચે વંદેભારત ટ્રેન દોડાવાશે. આ ટ્રેન અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને નહીં ઊભી રહે. જાણો સુરત અને ઉદેપુર વચ્ચે દોડનારી વંદેભારત, રસ્તામાં અન્ય કયા સ્ટેશને તેમજ અમદાવાદના અન્ય કયા સ્ટેશને ઊભી રહેશે ?

આ ટ્રેન સુરત અને ઉદયપુર વચ્ચે લગભગ 530 કિલોમીટરનું અંતર કાપશે. પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, આ મુસાફરીમાં લગભગ 7 કલાક અને 30 મિનિટનો સમય લાગશે. સુરતથી ઉદેપુર વચ્ચે દોડનારી વંદેભારત ટ્રેનની પ્રથમ યાત્રા (ઉદ્ઘાટન) 2 ઓક્ટોબર, 2026ના રોજ સુરતથી ટ્રેન નંબર 09103 તરીકે નિર્ધારિત કરવામાં આવી છે.

સુરત અને ઉદયપુર વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસ ઘણા મુખ્ય સ્ટેશનો પર રોકાશે. તેનો રૂટ સુરતથી શરૂ થશે અને ઉદયપુર પહોંચતા પહેલા ભરૂચ, વડોદરા, આણંદ, મણિનગર, અસારવા, હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર અને ઝાવર થઈને પસાર થશે.

પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ટ્રેન નંબર 26903/26904 સુરત-ઉદયપુર-સુરત વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં છ દિવસ દોડશે. તે મંગળવારે દોડશે નહીં. નિયમિત સેવા 4 ઓક્ટોબર, 2026થી શરૂ થશે.

આ નવી ટ્રેનની શરૂઆતથી સુરત અને ઉદયપુર વચ્ચે મુસાફરી કરતા મુસાફરોને ઝડપી અને અનુકૂળ રેલ કનેક્ટિવિટી મળશે. વેસ્ટર્ન રેલવેએ મુસાફરોને આ નવી સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

વંદે ભારત એક્સપ્રેસ સુરત અને ઉદયપુર વચ્ચે લગભગ 530 કિલોમીટરનું અંતર કાપશે. રેલવેના જણાવ્યા અનુસાર, આ મુસાફરી લગભગ 7 કલાક અને 30 મિનિટમાં પૂર્ણ થશે. સુરત અને ઉદયપુર વચ્ચેની કનેક્ટિવિટીમાં સુધારો થશે

નવી વંદે ભારત એક્સપ્રેસની શરૂઆતથી ગુજરાત અને રાજસ્થાનના અનેક મુખ્ય શહેરો વચ્ચે રેલ કનેક્ટિવિટીમાં સુધારો થવાની અપેક્ષા છે. આ ટ્રેનના રૂટમાં ભરૂચ, વડોદરા, આણંદ, હિંમતનગર અને ડુંગરપુર જેવા મહત્વના સ્ટેશનોનો સમાવેશ થાય છે. આનાથી સુરત અને ઉદયપુર જવા માંગતા આ શહેરોના મુસાફરોને ઝડપી રેલ સેવાનો વિકલ્પ મળશે.
Breaking News : ટ્રેનમાં 1 ઓક્ટોબરથી શરૂ થશે સ્પેશિયલ ચેકિંગ, ટિકિટ સાથે આ ID પણ રાખજો
