Breaking News : UPI ટ્રાન્ઝેક્શન પર MDRનો ભારે વિરોધ, અમદાવાદમાં વેપારીઓ ઉતર્યા રોડ પર, જુઓ વીડિયો

વેપારીઓએ સરકાર સમક્ષ કરવેરાના ભારનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમના સવાલ મુજબ વેપારીઓ GST, પર્સનલ ટેક્સ અને મનપા વેરા સહિત વિવિધ પ્રકારના કર અને ખર્ચ ભોગવી રહ્યા છે ત્યારે UPI પેમેન્ટ પર વધારાનો MDR શા માટે લાદવો જોઈએ?

Breaking News : UPI ટ્રાન્ઝેક્શન પર MDRનો ભારે વિરોધ, અમદાવાદમાં વેપારીઓ ઉતર્યા રોડ પર, જુઓ વીડિયો
| Updated on: Oct 02, 2026 | 3:50 PM

અમદાવાદમાં UPI ટ્રાન્ઝેક્શન પર લાગુ થનારા Merchant Discount Rate (MDR)ના મુદ્દે વેપારીઓનો વિરોધ સામે આવ્યો છે. અમદાવાદ વેપારી મહાસંગઠનના નેજા હેઠળ ઈલેક્ટ્રોનિક્સ વેપારીઓએ રોડ પર ઊભા રહી કાળી પટ્ટી અને પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓએ UPI ટ્રાન્ઝેક્શન પર MDRની જોગવાઈ રદ્દ કરવાની માંગ કરી છે.

ઈલેક્ટ્રોનિક વેપારીઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો

વેપારીઓના જણાવ્યા મુજબ ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં ઓનલાઈન માર્કેટ સામે પહેલેથી જ સ્થાનિક વેપારીઓ માટે પડકારો છે. આવી સ્થિતિમાં UPI ટ્રાન્ઝેક્શન પર MDRનો વધારાનો ખર્ચ વેપારીઓ માટે વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે. આ મુદ્દે અમદાવાદના વેપારીઓએ રસ્તા પર ઊભા રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વેપારીઓએ હાથમાં વિવિધ પોસ્ટર સાથે સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો અને MDRની જોગવાઈ પાછી ખેંચવાની માંગ કરી હતી.

‘ઓનલાઈન સામે માંડ ટકી રહેલા વેપારીઓને ફટકો પડશે’

વિરોધ કરી રહેલા વેપારીઓનું કહેવું છે કે ઓનલાઈન વેપાર સામે સ્થાનિક ઈલેક્ટ્રોનિક વેપારીઓ પહેલેથી જ સ્પર્ધા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં UPI પેમેન્ટ પર MDRનો ખર્ચ વેપારીઓ પર વધારાનો બોજ નાખશે. વેપારીઓના આક્ષેપ મુજબ, ‘ઓનલાઈન સામે માંડ ટકી રહેલા ઈલેક્ટ્રોનિક વેપારીઓને MDRના કારણે મોટો ફટકો પડશે.’

‘MDRનો ચાર્જ ગ્રાહકો પર નાખવો પડશે’

વેપારીઓએ એવો પણ દાવો કર્યો હતો કે જો MDRનો ખર્ચ વેપારીઓએ ઉઠાવવો પડશે તો તેની અસર વેપારના નફા પર પડશે. પરિણામે કેટલાક વેપારીઓ આ ખર્ચ ગ્રાહકો પાસેથી વસૂલવાનો પ્રયાસ કરી શકે છે. વેપારીઓના જણાવ્યા મુજબ, ‘MDR ચાર્જ વેપારીઓ પોતાના પર નહીં રાખે અને અંતે ગ્રાહકો પર તેનો બોજ નાખવો પડી શકે છે.’ જોકે, કેન્દ્ર સરકારના સત્તાવાર સ્પષ્ટીકરણ મુજબ MDR ગ્રાહકો પાસેથી વસૂલવાનો ચાર્જ નથી અને બેંકોને વેપારીઓ દ્વારા ગ્રાહકો પર MDRનો બોજ ન નાખવામાં આવે તેની ખાતરી કરવા જણાવાયું છે.

‘સારી વ્યવસ્થાને તોડી પાડવાનું આયોજન’

વિરોધ કરી રહેલા વેપારીઓએ UPIને સરળ અને સુવિધાજનક પેમેન્ટ સિસ્ટમ ગણાવી હતી. તેમના મતે UPIનો ઉપયોગ વધ્યો છે અને વેપારીઓ તેમજ ગ્રાહકો બંને માટે ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા સરળ બની છે. વેપારીઓએ આક્ષેપ કર્યો કે MDR લાગુ થવાથી આ વ્યવસ્થામાં વધારાનો ખર્ચ ઊભો થશે અને ‘સારી રીતે ચાલી રહેલી વ્યવસ્થાને તોડી પાડવાનું આયોજન થઈ રહ્યું છે.’

‘GST, પર્સનલ ટેક્સ અને મનપા વેરા બાદ વધુ કેટલા ટેક્સ?’

વેપારીઓએ સરકાર સમક્ષ કરવેરાના ભારનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમના સવાલ મુજબ વેપારીઓ GST, પર્સનલ ટેક્સ અને મનપા વેરા સહિત વિવિધ પ્રકારના કર અને ખર્ચ ભોગવી રહ્યા છે ત્યારે UPI પેમેન્ટ પર વધારાનો MDR શા માટે લાદવો જોઈએ? વેપારીઓએ સરકારને MDRની જોગવાઈ અંગે પુનર્વિચાર કરવા અને વેપારીઓ પર વધારાનો નાણાકીય બોજ ન આવે તે માટે યોગ્ય નિર્ણય લેવા માંગ કરી છે.

UPI-MDR અંગે સરકારનું શું કહેવું છે?

કેન્દ્ર સરકારના 15 સપ્ટેમ્બર 2026ના સત્તાવાર સ્પષ્ટીકરણ મુજબ વ્યક્તિથી વ્યક્તિ (P2P) UPI ટ્રાન્ઝેક્શન મફત રહેશે. ₹2,000 સુધીના P2M વ્યવહારો પર પણ MDR નહીં લાગે. જ્યારે નિર્ધારિત મોટા P2M વ્યવહારોમાં ₹2,000થી વધુની રકમ પર 0.4% MDR લાગુ થવાનું માળખું જાહેર કરાયું છે. ₹75,000 કે તેથી વધુના વ્યવહારમાં MDR પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹300 સુધી મર્યાદિત રહેશે. સરકારના જણાવ્યા મુજબ કુલ વેપારી UPI વ્યવહારોમાંથી આશરે 96% વ્યવહારો નવા MDR માળખાથી પ્રભાવિત નહીં થાય.

 

Breaking News : આજે 2 ઓક્ટોબર ‘No UPI Day’, બહાર નીકળો તો રોકડા પૈસા સાથે રાખજો, જાણો કારણ

Follow Us
Loading...
Unable to load recommendations.