Breaking News: અટલ બ્રિજ ઉપર કાચમાં તિરાડ પડી, તિરાડ પડેલા કાચ ફરતેની જગ્યા કોર્ડન કરવામાં આવી, જુઓ Video
અટલ બ્રિજ ઉપર ઉપર ટોટલ 8 ગ્લાસ લગાવવામાં આવ્યા છે અને સાત મહિના પહેલા જ આ બ્રિજનું લોકાર્પણ થયું હતું. ત્યારે આ પ્રકારે કાચમાં તિરાડ પડતા પ્રશ્નો ઉભા થયા હતા. હાલમાં તૂટેલા ગ્લાસ ની આજુબાજુમાં બેરીકેડ લગાવવા આવ્યા છે.
અટલ બ્રિજ ઉપર બનાવવામાં આવેલો કાચ તૂટવાની મોટી ઘટના સામે આવી હતી. આ કાચ પર એક સાથે મોટી સંખ્યા લોકો ઉભા રાખી શકે તેવી ક્ષમતા કહેતા હોવાનું જણાવવામાં આવ્યું હતું. બ્રિજ લોકાપર્ણ થયાના 7 મહિનામાં જ કાચ તૂટ્યો છે. હાલ તો સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અટલ બ્રિજ ઉપરના આ કાચને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.
કેમિકલના પાંચ લેયરથી આ ગ્લાસ તૈયાર કરવામાં આવ્યો છે
અટલ બ્રિજ ઉપર ઉપર ટોટલ 8 ગ્લાસ લગાવવામાં આવ્યા છે અને સાત મહિના પહેલા જ આ બ્રિજનું લોકાર્પણ થયું હતું. ત્યારે આ પ્રકારે કાચમાં તિરાડ પડતા પ્રશ્નો ઉભા થયા હતા. હાલમાં તૂટેલા ગ્લાસ ની આજુબાજુમાં બેરીકેડ લગાવવા આવ્યા છે.
કાચમાંથી નીચે સાબરમતીનું પાણી દેખાય છે
આ કાચમાંથી સહેલાણીઓ નદીનું પાણી જોઈ શકે છે આ પ્રકારના કાચ ફૂટ ઓવર બ્રિજ ઉપર આઇસક્રીમ પાર્લરની આસપાસ લગાવવામાં આવ્યા છે અને સહેલાણીઓ કાચમાંથી નદીનું પાણી જોઈ શકે છે. જો કાચ તૂટે તો સીધું નદીમાં પડી જવાય અને મોટી દુર્ઘટના બની શકે છે , માટે કાચની ગુણવત્તા અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે.
અટલ બ્રિજ ઉપરનો કાચ તૂટ્યો, કાચ તૂટતા કાચ ફરતે બેરીકેડ લગાવવામાં આવ્યું#Ahmedabad #AtalBridge #Gujarat #TV9News pic.twitter.com/krlbL7SMy4
— Tv9 Gujarati (@tv9gujarati) April 5, 2023
બ્રિજની પતંગ જેવી ડિઝાઇન ગુજરાતીઓને વધારે આકર્ષિત કરે છે
સાબરમતી નદી અને રિવરફ્રન્ટ ના નયનરમ્ય નજારાના કારણે શહેરીજનો માટે પ્રથમ દિવસથી ફૂટ ઓવરબ્રિજ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.ફૂટ ઓવરબ્રિજ 300 મીટર લાંબો અને 14 મીટર પહોળો છે. અટલ બ્રિજની હાલની ક્ષમતા અને મજબૂતાઈ મુજબ એક સાથે 12000 લોકો બ્રિજ ઉપર ઉભા રહી શકે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…