Breaking News : સુરતના બારડોલી વોર્ડ-3માં ભાજપની ક્લીન સ્વીપ, ચારેય ઉમેદવારો વિજેતા

મતગણતરી વચ્ચે પ્રથમ મહત્વનું પરિણામ સામે આવ્યું છે, જેમાં બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર-3માં ભાજપની પેનલ વિજેતા જાહેર થઈ છે. આ વોર્ડમાં ભાજપના ચારેય ઉમેદવારોને મતદારોનો મજબૂત સમર્થન મળ્યો હતો.

Breaking News : સુરતના બારડોલી વોર્ડ-3માં ભાજપની ક્લીન સ્વીપ, ચારેય ઉમેદવારો વિજેતા
surat bardoli local body election result
| Updated on: Apr 28, 2026 | 10:38 AM

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે રાજ્યભરમાં મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ છે. સુરત જિલ્લામાં પણ ઉત્સુકતા વચ્ચે મતગણતરી ચાલી રહી છે. ત્યારે બારડોલી નગરપાલિકાની મતગણતરી શહેરમાં આવેલ BABC શાળા ખાતે કરવામાં આવી રહી છે, જ્યાં વહેલી સવારે જ પ્રક્રિયાની શરૂઆત થઈ હતી.

બારડોલી નગર પાલીકામાં વોર્ડ 3માં ભાજપની જીત

મતગણતરી વચ્ચે પ્રથમ મહત્વનું પરિણામ સામે આવ્યું છે, જેમાં બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર-3માં ભાજપની પેનલ વિજેતા જાહેર થઈ છે. આ વોર્ડમાં ભાજપના ચારેય ઉમેદવારોને મતદારોનો મજબૂત સમર્થન મળ્યો હતો.

વોર્ડ 3ના આ ઉમેદવારોની જીત

વિજેતા ઉમેદવારોમાં ક્રિષ્ના હાર્દિક ચૌહાણ, કેજલ સુધીર વ્યાસ, જેનિષ ઈશ્વર ભંડારી અને તેજસ ચતુર પટેલનો સમાવેશ થાય છે. ચારેય ઉમેદવારોની જીત સાથે ભાજપે વોર્ડ નં. 3માં ક્લીન સ્વીપ કર્યો છે.

અન્ય પરિણામો ટૂંક સમયમાં થશે જાહેર

મતગણતરીના અન્ય રાઉન્ડ ચાલુ છે અને આગામી સમયમાં વધુ પરિણામો જાહેર થવાના છે. સમગ્ર બારડોલી શહેરમાં રાજકીય ઉત્સુકતા ચરમસીમાએ પહોંચી છે, જ્યારે ભાજપ કાર્યકરોમાં જીતને લઈને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: લોકશાહીના પર્વનો મહાચુકાદો આવવાનું શરુ, બેલેટ પેપરની મતગણતરી શરુ કરવામાં આવી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published On - 10:22 am, Tue, 28 April 26

Follow Us