Breaking News : ભૂકંપના જોરદાર ઝટકાથી ફરી ધ્રુજી ઉઠી કચ્છની ધરા, વહેલી સવારે 4.30 કલાકે અનુભવાયો આંચકો

ગુજરાતના કચ્છ જિલ્લાની ધરા ફરી એકવાર આજે ધ્રુજી ઉઠી. કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો ભયાનક આંચકો અનુભવાયો હતો. આ વિસ્તારમાં થોડી ક્ષણો માટે ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે આશરે 4.30 વાગ્યાના સમયે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

Breaking News : ભૂકંપના જોરદાર ઝટકાથી ફરી ધ્રુજી ઉઠી કચ્છની ધરા, વહેલી સવારે 4.30 કલાકે અનુભવાયો આંચકો
| Edited By: | Updated on: Dec 26, 2025 | 10:50 AM

ગુજરાતના કચ્છ જિલ્લાની ધરા ફરી એકવાર આજે ધ્રુજી ઉઠી. કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો ભયાનક આંચકો અનુભવાયો હતો. આ વિસ્તારમાં થોડી ક્ષણો માટે ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે આશરે 4.30 વાગ્યાના સમયે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી અંદાજે 22 કિમી દૂર

કચ્છ જિલ્લાના  આજે વહેલી સવારે આશરે 4.30 વાગ્યાના સમયે રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી અંદાજે 22 કિમી દૂર હોવાનું નોંધાયું છે, જ્યારે ગેડી ગામ નજીક આશરે 9 કિમીની ઊંડાઈએ આંચકો નોંધાયો હોવાનું ભૂકંપ માપન કેન્દ્ર દ્વારા જણાવાયું છે. વહેલી સવાર હોવાથી મોટાભાગના લોકો ઊંઘમાં હતા, ત્યારે અચાનક ધરતી ધ્રુજતાં ઘણા લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા.

લોકોમાં જોવા મળ્યો ભયનો માહોલ

વાગડ પંથકના રાપર, ગેડી સહિત આસપાસના ગામોમાં ભૂકંપના આંચકાની સ્પષ્ટ અસર જોવા મળી હતી. કેટલાક સ્થળોએ પંખા, બારણા અને ઘરેલુ સામાન હલતા લોકોમાં ભય ફેલાયો હતો. આંચકો થોડા સેકન્ડ સુધી જ રહ્યો હોવા છતાં લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો.

પ્રાથમિક માહિતી મુજબ કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ મળ્યા નથી, જોકે સ્થાનિક પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ભૂકંપ બાદ લોકોમાં સાવચેતી રાખવા અને અફવાઓથી દૂર રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

જો કે ભૂકંપ બાદ અત્યાર સુધીમાં 8થી વધુ આફટર શોક નોંધાયા છે. જે પછી સવારે 9 કલાકે પણ 2.5ની તીવ્રતાનો આંચકો આવ્યો છે. જેના કારણે લોકોમાં ખૂબ જ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

કચ્છમાંં વારંવાર કેમ અનુભવાય છે ભૂકંપના આંચકા?

ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લો ભૂકંપ સંવેદનશીલ ઝોનમાં આવેલો હોવાથી અવારનવાર નાના-મોટા ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે. આવા સમયે નાગરિકોએ સાવચેતી રાખવી અને આપત્તિ વ્યવસ્થાપનના નિયમોનું પાલન કરવું જરૂરી છે. કચ્છ વિસ્તાર ભારતીય પ્લેટની અંદર આવેલા અનેક સક્રિય ફોલ્ટ લાઈનો (જેમ કે કચ્છ મેઇન ફોલ્ટ, કાટ્રોલ હિલ ફોલ્ટ) પર સ્થિત છે. આ ફોલ્ટ્સ પર સતત દબાણ વધતું રહે છે, જેના કારણે સમયાંતરે ઊર્જા મુક્ત થાય છે અને ભૂકંપ થાય છે.ભારતીય ટેક્ટોનિક પ્લેટ ઉત્તર દિશામાં ખસી રહી છે અને યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ રહી છે. આ દબાણનો પ્રભાવ કચ્છ જેવા આંતરિક વિસ્તારમાં પણ પડે છે.

કચ્છ જિલ્લો ભૂકંપ સંવેદનશીલ ઝોન-5માં આવે છે, જે દેશનો સૌથી જોખમી ઝોન માનવામાં આવે છે. તેથી અહીં નાના-મોટા આંચકા અવારનવાર અનુભવાય છે.  2001ના ભુજ ભૂકંપ બાદ કચ્છ વિસ્તારમાં ભૂગર્ભીય સંતુલન સંપૂર્ણ રીતે સ્થિર થયું નથી. ત્યારબાદના વર્ષોમાં “આફ્ટરશોક્સ” અને નાની તીવ્રતાના ભૂકંપ સતત નોંધાઈ રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 8:15 am, Fri, 26 December 25