AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શામળાજી-હિંમતનગર નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6ના મોત 6 ઈજાગ્રસ્ત

સાબરકાંઠાના હિંમતનગરના જવાનગઢ પાટિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે મોત, અન્ય 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ પણ લાવવામાં આવી શકે છે.

Breaking News : શામળાજી-હિંમતનગર નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6ના મોત 6 ઈજાગ્રસ્ત
| Updated on: Apr 29, 2026 | 5:02 PM
Share

સાબરકાંઠાના હિંમતનગરના જવાનગઢ પાટિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે મોત, અન્ય 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે.શામળાજી-હિંમતનગર નેશનલ હાઈવે પર આ ઘટના બની છે. મિની બસે કારને પાછળથી અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખસેડવામાં આવ્યા છે.ગાંભોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ગેરકાયદે કટને બંધ કરાયો

6 ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમદાવાદ પણ મોકલવામાં આવી શકે છે. હાલમાં તો પોલીસ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે.અકસ્માત થતા જ અફરાતફરીનો માહૌલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાને લઈ હાઈવ પર ટ્રાફિક જામ થયો હતો.સાબરકાંઠા  જવાનગઢ અકસ્માત બાદ ગેરકાયદે કટ બંધ કરાયો છે.શામળાજી-હિંમતનગર નેશનલ હાઇવે પરના ગેરકાયદે કટને બંધ કરાયો છે.નેશનલ હાઈવે પર શરુ કરાયેલ ગેરકાયદેસર કટને પોલીસે બંધ કર્યો છે.વળાંક નજીક જોખમી સ્થળે કટને કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયોની પ્રાથમિક અનુમાન છે. પોલીસે બેરિકેડ લગાવીને કટને બંધ કર્યો છે.

નેશનલ હાઈવે ઓથોરિટીના નિરીક્ષણમાં બેદરકારી હોવાની આશંકા,એસપી, ડીવાયએસપી, આરટીઓ, ડેપ્યુટી ક્લેકટર, સહિતના સંયુક્ત નિરીક્ષણને હાથ ધરી ગેરકાયદેસર હાઈવે કટ બંધ કરાશે.અકસ્માત નિવારવા માટે નેશનલ હાઈવે ઓથોરિટીને પણ જોખમી કટ અંગે જણાવાશે,ભવિષ્યમાં અકસ્માતના જોખમ ના સર્જાય એ માટે કાર્યવાહી કરાશે.

હિંમતનગરના જવાનગઢ પાટિયા નજીક અકસ્માતમાં 6ના મોત થયા છે. આ ગોઝારા અકસ્માતના CCTV ફૂટેજ આવ્યા સામે આવ્યા છે.CCTV મુજબ કાર ચાલકની ગંભીર બેદરકારી હોવાનું અનુમાન છે.કારચાલકે જ્યાં કટ નથી ત્યાં વળવા માટે કારમાં અચાનક બ્રેક મારી હતી,કાર અચાનક ધીમી કરી બ્રેક કરતા ખાનગી બસે અડફેટે લીધી હતી.

ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. અહી ક્લિક કરો

Follow Us
ભાવનગર રેગિંગ કેસમાં ગુજરાત સરકારના કડક પગલાં
ભાવનગર રેગિંગ કેસમાં ગુજરાત સરકારના કડક પગલાં
વરસાદની આગાહીને લઈ અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ
વરસાદની આગાહીને લઈ અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ
તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video
તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video
અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ
અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા
ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના
ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના
જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video
જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video
રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video
રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video
અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો
અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો
આજનું રાશિફળ 30 જુલાઈ: જૂના વિવાદોનો સચોટ ઉકેલ અને ધાર્મિક ઉપાયો
આજનું રાશિફળ 30 જુલાઈ: જૂના વિવાદોનો સચોટ ઉકેલ અને ધાર્મિક ઉપાયો
g clip-path="url(#clip0_868_265)">