Breaking News : રાજકોટ-ક્ષત્રિય આગેવાન પી ટી જાડેજાની પાસા હેઠળ ધરપકડ, મંદિરમાં આરતી મુદ્દે આપી હતી ધમકી, જુઓ Video

રાજકોટના રિંગરોડ ખાતે આવેલું અમરનાથ મંદિર ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે. અમરનાથ મંદિરમાં યુવકોને આરતી કરવાની ના પાડતા વિવાદ સર્જાયો હતો. એટલું જ નહીં મંદિરમાં આરતી વિવાદને લઈને પી.ટી.જાડેજાએ યુવકોને ધમકી આપતા મામલો વધુ વકર્યો હતો.

Breaking News : રાજકોટ-ક્ષત્રિય આગેવાન પી ટી જાડેજાની પાસા હેઠળ ધરપકડ, મંદિરમાં આરતી મુદ્દે આપી હતી ધમકી, જુઓ Video
P T Jadeja
| Edited By: | Updated on: Jul 05, 2025 | 9:47 AM

રાજકોટના રિંગરોડ ખાતે આવેલું અમરનાથ મંદિર ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે. અમરનાથ મંદિરમાં યુવકોને આરતી કરવાની ના પાડતા વિવાદ સર્જાયો હતો. એટલું જ નહીં મંદિરમાં આરતી વિવાદને લઈને પી.ટી.જાડેજાએ યુવકોને ધમકી આપતા મામલો વધુ વકર્યો હતો.

મળતી માહિતી અનુસાર પી ટી જાડેજાએ ધમકી આપતા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ બાદ પી.ટી. જાડેજાની પાસા હેઠળ ધરપકડ કરી સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા છે. પી ટી જાડેજાની પાસા હેઠળ કાર્યવાહી રાજકીય કિન્નાખોરીથી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. પી ટી જાડેજા ક્ષત્રિય આંદોલનના મુખ્ય ચહેરા હતા. ક્ષત્રિય આંદોલનનો ખાર રાખીને કાર્યવાહી કરવામાં આવી હોવાનો ક્ષત્રિય સમાજના આગેવાનોનો આક્ષેપ છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના રિંગરોડ પર આવેલા અમરનાથ મંદિરમાં અમરનાથ યુવા ગ્રુપના યુવકોને પી ટી જાડેજાએ આરતી કરવાની ના પાડતા મામલો ગરમાયો હતો. જે બાદ તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી. પી ટી જાડેજાના વકીલ અને પુત્રનું કહેવું છે કે જેમાં આગોતરા જામીન પહેલેથી થઈ ચુક્યા છે. એ ગુનાનો સંદર્ભ આપી કાર્યવાહી કરાઈ છે. કોઈ ષડયંત્ર અંતર્ગત ધરપકડ કરાયાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

જાણો શું હતી ઘટના ?

થોડા દિવસો અગાઉ રાજકોટમાં બિગબજાર પાછળ આવેલા અમરનાથ મંદિરમાં આરતી નહીં કરવા માટે ધમકી આપી હતી. અમરનાથ ગ્રુપ દ્વારા મહા આરતીનું આયોજન કર્યું હતુ. મંદિર બહાર બેનરો પણ લગાવ્યા હતા. આરતી નહીં કરવા ધમકી આપી અને મંદિર બહાર લગાવેલા બેનરો પણ દૂર કર્યા હતા. રાજકોટ તાલુકા પોલીસ મથકમાં સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર તાલુકો પોલીસે ફરિયાદમાં BNS કલમ 351(3) 352 કલમ હેઠળ પી. ટી.જાડેજા સામે ફરિયાદ નોંધાઈ હતી.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો