
હવામાન વિભાગે આગામી 3 કલાક માટે ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. જેના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગના નાઉકાસ્ટ અનુસાર ગુજરાતના 9 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 4 કલાકમાં 126 જેટલા તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ત્યારે સૌથી વધારે વરસાદ ખેડાના મહેમદાબાદમાં 4.84 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે અમદાવાદના દસક્રોઈમાં 3.54 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ અરવલ્લીના ભીલોડામાં 3.19 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત બનાસકાંઠાના કાંકરેજમાં 2.52 ઈંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાક એટલે ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે બનાસકાંઠા , અરવલ્લી, સાબરકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં 7.52 ઈંચ વરસાદ વરસ્યો છે. અરવલ્લીના મોડાસામાં 24 કલાકમાં 6.22 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો સાબરકાંઠાના તલોદમાં 5.31 ઈંચ અને પાટણના સિદ્ધપુરમાં 5.16 ઈંચ વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 181 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. 38 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
Red Alert issued for rain in 9 Districts for next 3 hours#GujaratRains #Monsoon2025 #Monsoon #Rain #GujaratRain #GujaratMonsoon #Weather #WeatherUpdates #GujaratWeather #TV9Gujarati pic.twitter.com/P4f2dhQv6e
— Tv9 Gujarati (@tv9gujarati) July 27, 2025
સાબરકાંઠા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો હતો. તલોદમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે પ્રાંતિજમાં પણ પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત હિંમતનગરમાં સવા બે ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ ખેડબ્રહ્મામાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. વડાલીમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ઈડરમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે.
Published On - 11:27 am, Sun, 27 July 25